________________
૩૩૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે દર્શનશુદ્ધિ કરનારા ગ્રન્થોમાં અધ્યયન માટે નિર્વાહના અભાવે આધાકર્મ વગેરેની પણ અનુજ્ઞા આપવામાં આવેલી છે. કારણકે આઘાકર્મ સેવન દ્વારા જે દોષ લાગે તે તો, આ અધ્યયનથી અધિક નિર્મળ થયેલ સમ્યગ્દર્શનના પ્રભાવે જે વધુ અપ્રમત્ત સાધનામય સંયમ જીવનનું પાલન થશે તેનાથી દૂર થઈ જ જાય છે, પણ સાથે સાથે ચારિત્રની નિર્મળતા થવાથી કષાયાદિનો વિશેષ લાસ, વિપુલ કર્મનિર્જરા વગેરે પણ લાભ થાય છે. (ટૂંકમાં આયુ વયં તુલિજ્જા, લાહાકખિવા વાણિયો. ન્યાય લગાડવો ઉચિત છે.)
એટલે જ, કોઈ એવા વિશિષ્ટ કારણની અનુપસ્થિતિમાં સામાન્ય સંયોગોમાં, કોઈ ભક્ત શ્રાવક પાસે મીઠાઈ વગેરે સારી સારી વાનગીઓ બનાવડાવું ને એનાથી અન્ય સાધુ ભગવંતોની ભક્તિ કરવાનો લાભ લઉં... આવું કરવું સાધુઓને અનુજ્ઞાત નથી. પણ શ્રાવકોને “સારી સારી વાનગીઓ બનાવી અન્ય શ્રાવકોની (સાધર્મિકોની) ભક્તિ કરું એ વાત અનુજ્ઞાત છે.
હા, જ્યાં લાભ કરતાં વ્યય અધિક હોય, બીજી રીતે કહીએ તો જેટલું શુદ્ધિકરણ થાય એના કરતાં અશુદ્ધિ વધારે થતી હોય યા દૂર થતી ન હોય તો એવી ચીજનો ઉપયોગ નિષિદ્ધ જાણવો. જેમકે કપડાં પર પડેલા ડાઘને દૂર કરવા કોઈ લોહીનો ઉપયોગ કરે તો એ મૂર્ખતા છે. તેથી પશુબલિ વગેરે નિષિદ્ધ છે. તેમજ, ઘણો આરંભ સમારંભ ને અલ્પ ઉપકાર ધરાવનાર ઈષ્ટાપૂર્ત વગેરેને અનુકંપા દાન તરીકે સ્વીકારવામાં આવ્યા નથી ને તેથી તેની અનુજ્ઞા નથી.
આમ ભક્તિદ્વાáિશિકાનું વિવેચન પૂર્ણ થયું.. આગામી લેખથી છઠ્ઠી સાધુસમયદ્વાáિશિકાના પદાર્થોને અવગાહીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org