________________
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
બાકી પોતાના માટે રુંધાઈ ગયેલા ભોજનમાં ‘આમાંથી સાધુભગવંતોને વહોરાવીને પછી હું ઉપયોગ કરીશ' એવો સંકલ્પ ગૃહસ્થ કરે તો એ પણ દોષયુક્ત નથી, કારણકે એમાં હવે પછી કોઈ આરંભ-સમારંભ થવાનો નથી. આમાં કૃતિ અને નિષ્ઠા આ બે પદ દ્વારા ચાર ભાંગા થાય છે. કૃતિ એટલે રાંધવાની ક્રિયાનો પ્રારંભ.. અને નિષ્ઠા એટલે રાંધવાની ક્રિયાની સમાપ્તિ. ચાર ભાંગા આવા બને છે. (૧) સાધુ માટે કૃતિ અને સાધુ માટે નિષ્ઠા (૨) અન્ય માટે કૃતિ અને સાધુ માટે નિષ્ઠા (૩) સાધુ માટે કૃતિ, અન્ય માટે નિષ્ઠા અને (૪) અન્ય માટે કૃતિ અને અન્ય માટે નિષ્ઠા. આમાંથી છેલ્લા બે ભાંગા શુદ્ધ છે.
૩૫૬
શંકા - છતાં અસંકલ્પિત પિંડ અત્યંત દુર્લભ છે. માટે સંકલ્પિત પિંડને ગ્રાહ્ય માનવો જોઈએ.
સમાધાન - એ રીતે શંતિ-પ્રક્ષિત વગેરે જે દોષો કહ્યા છે તે બધાથી રહિત પિંડ પણ દુષ્કર છે. માટે શું એવા દોષદુષ્ટ પિંડને પણ ગ્રાહ્ય માની લેવાનો ? પછી તો ગોચરીના દોષ જેવું કાંઈ રહેશે જ નહીં. તથા દાન આપવાની ઇચ્છા વગરના ય ઘણા લોકોની તથા યાચકોના અભાવકાળે પણ ઘણા લોકોની રાંધવા વગેરે પ્રવૃત્તિ થાય જ છે. માટે અસંકલ્પિતપિંડ કાંઈ સાવ અસંભવિત નથી.
શંકા - છતાં આવા અસંકલ્પિત પિંડથી જીવનનિર્વાહ કરવો એ અત્યંત દુષ્કર તો છે જ. અને તેથી આવું અત્યંત દુષ્કર વિધાન દેખાડનાર આપ્તપુરુષ વસ્તુતઃ અનાપ્ત જ કહેવાય..
સમાધાન - શુદ્ધપિંડથી જીવનનિર્વાહ કરવો એ દુષ્કર છે જ. માટે જ મૂળ-ઉત્તર ગુણરૂપ સાધુધર્મને અત્યંત દુષ્કર કહ્યો છે. અતિદુર્લભ એવા મૌક્ષનું કારણ પણ અતિદુષ્કર જ હોય ને. એટલે, ઊલટું આના દ્વારા તો શાસ્ત્રકાર આપ્તપુરુષ તરીકે સિદ્ધ થઈ જ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org