________________
બત્રીશી-૬, લેખાંક-૩૩
૩૫૭ છે, કારણ કે અતિદુર્લભકાર્યના કારણ તરીકે અતિદુષ્કરધર્મરૂપ અનુરૂપ કારણ કહેનારા છે.
શંકા - જે સાધુ મન-વચન-કાયાની શુદ્ધિવાળા છે, ગૃહસ્થ કરેલા આરંભ-સમારંભની મનથી પણ અનુમોદના ન થઈ જાય એની સાવધાનીવાળા છે, એ સંકલ્પિતપિંડને પણ પરિણામશુદ્ધિ જાળવી રાખીને વહોરે તો શું વાંધો છે ? કારણકે આરંભ-સમારંભના પચ્ચખ્ખાણનો આંશિક પણ ભંગ થતો નથી.
સમાધાન - “આ પિંડ મારા માટે બનાવવામાં આવ્યો છે” આવું જાણવા છતાં સાધુ જો એનું ગ્રહણ કરે તો પ્રસંગદોષ લાગે છે. આશય એ છે કે આવું જાણવા છતાં જો વહોરવામાં આવે તો એ ભક્ત ગૃહસ્થને એમ થાય છે કે આ રીતે પણ આપણને તો લાભ મળે છે ને... માટે બીજીવાર પણ બનાવો. આમ ગૃહસ્થ બીજીવાર આરંભાદિની પ્રવૃત્તિ કરે છે જેનો દોષ સાધુને લાગે છે. માટે આ પ્રસંગદોષ પાપજનક છે. એટલે પાપજનકપ્રવૃત્તિને ટાળવા માટે એવા પિંડને ટાળવો જોઈએ. ગૃહસ્થાદિ દ્વારા થનારી સાધનિમિત્તક આરંભાદિપ્રવૃત્તિનો પરિહાર જેનાથી થાય એવા-એવો પિંડ ગ્રહણ ન કરવો વગેરેરૂપ-ઉપાયને જો સાધુ ન અજમાવે તો એના સામયનો ઘાત થાય છે. ને તેથી પ્રતિસમય અસંખ્યગુણ નિર્જરા કરાવનાર ગુણશ્રેણિની હાનિ થાય છે. આ નુકસાનથી જો બચવું છે, તો સંકલ્પિતપિંડનો ત્યાગ કરવો જ જોઈએ.
આમ સાધુસામગ્યના બીજા ભિક્ષાઅંશની પ્રરૂપણા થઈ. હવે એના ત્રીજા અંશ વૈરાગ્યની વિચારણા આગામી લેખમાં જોઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org