________________
૩૧૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
ફળ પ્રાપ્ત થાય છે. બાકી વીતરાગનું સંનિધાન અસંભવિત હોવાથી (એટલે કે વીતરાગપ્રભુ મોક્ષમાંથી આવીને પ્રતિમામાં સંનિધાન કરે એ અસંભવિત હોવાથી) વિશેષદેવતાની પ્રતિષ્ઠા શક્ય નથી.
શંકા - પ્રતિમા તો સેંકડો હજારો વર્ષ ટકનારી હોય છે. એટલા કાળે પૂજનારા પૂજકે તો પ્રતિષ્ઠાવિધિ જોઈ હોતી નથી. તો એને ‘આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે' એવું જ્ઞાન શી રીતે થશે ?
સમાધાન
પૂજા પ્રતિષ્ઠિત પ્રતિમાની જ હોય છે, અપ્રતિષ્ઠિત પ્રતિમાની નહીં, આ વાસ્તવિકતાનો પૂજકને ખ્યાલ હોય છે. એટલે, સેંકડો વર્ષ બાદ પૂજા કરનાર પૂજક પણ અન્ય પૂજકને જોઈને અનુમાન કરે છે કે આ પૂજકને ‘આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે' એવું જ્ઞાન છે. વળી એ અન્ય પૂજકે પણ સ્વપૂર્વપૂજકને પૂજા કરતો જોઈ એવું અનુમાન કર્યું હોય છે. આમ પૂર્વ-પૂર્વની પૂજાની પરંપરા દ્વારા પ્રતિષ્ઠિતત્વજ્ઞાનની પણ પરંપરા ચાલે છે. એમ પ્રતિમા ૫૨ કોતરેલ લાંછન-શિલાલેખ વગેરે પરથી પણ પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન થઈ શકે છે. એટલે જ જેની પ્રાણપ્રતિષ્ઠા થતી નથી એવી મંગળમૂર્તિ પર લાંછન કે કશું લખાણ કોતરાવવું નહીં એ હિતાવહ છે.
-
‘આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે' આવું પૂર્વ-પૂર્વ પ્રતિસંધાન દ્વારા પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન જે થાય છે તેનાથી પ્રતિષ્ઠાદિની વિધિના જ્ઞાપક શ્રી જિનવચનો પર આદર થાય છે. અને તેના દ્વારા ભગવાન્ પર બહુમાન થાય છે. અથવા ‘આ પ્રતિમા વીતરાગપ્રભુથી પ્રતિષ્ઠિત છે’ આવા પ્રતિસંધાનથી થતું જ્ઞાન, ‘એક સંબંધીનું જ્ઞાન અન્ય સંબંધીનું સ્મરણ કરાવે છે' એ સિદ્ધાન્તાનુસારે ભગવાનની મહાનતાના મુખ્ય કારણરૂપ ભગવાના અવિસંવાદીવચનોનું ‘અહો ! આ પ્રતિમામાં પ્રતિષ્ઠિત થયેલા પ્રભુનાં વચનો કેવા અવિસંવાદી યથાર્થ છે' ઇત્યાદિરૂપે વચનાદરગર્ભિત સ્મરણ કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org