________________
બત્રીશી-૫, લેખાંક-૨૯
૩૧૧ શંકા - તમે હમણાં તો જણાવ્યું કે વીતરાગપ્રભુરૂપ દેવતાવિશેષની પ્રતિષ્ઠા સંભવિત નથી. અને હવે એની જ પ્રતિષ્ઠાની વાત કરો છો?
સમાધાન - પ્રતિમામાં પ્રતિષ્ઠિત થયેલ (= પ્રતિમામાં આવીને રહેલ) ચોક્કસ દેવ જ પૂજકને પૂજાનું ફળ આપે છે. આવા ફળપ્રયોજક તરીકે મુખ્યદેવતાની મુખ્ય પ્રતિષ્ઠા અન્યો જે માને છે તેનો નિષેધ જ પૂર્વે કરેલો છે. બાકી વીતરાગતા વગેરે ગુણોની ઉપચરિત સ્થાપના એ જ વીતરાગ પ્રભુની સ્થાપના તરીકે કહી જ શકાય છે, કારણ કે વીતરાગતા અને વીતરાગ વચ્ચે કથંચિત્ અભેદ છે. એટલે કશો વિરોધ નથી.
પ્રભુના વચનને આગળ કરવા એ જેમ પ્રભુને જ આગળ કરવા તુલ્ય છે એમ પ્રભુવચનનો આદર કરવો એ પ્રભુનો જ આદર કરવા તુલ્ય છે. વળી પ્રભુવચનનો આદર કરવાથી સમાપત્તિ થાય છે એ પૂર્વે બીજી બત્રીશીમાં આપણે જોઈ ગયા છીએ. તેથી પ્રભુવચન પ્રત્યેના-પ્રભુ પ્રત્યેના આદરબહુમાનથી સમાપત્તિ ને સમાપત્તિથી વિપુલનિર્જરારૂપ પૂજાફળ મળે છે.
' આમ નિજભાવની સ્વાત્મામાં મુખ્ય ને પ્રતિમામાં ઉપચારથી પ્રતિષ્ઠા થાય છે એ, તથા પૂજાફળ શી રીતે મળે છે એ જોયું. બાકી ફળપ્રયોજક તરીકે (= ફળદાતા તરીકે) મુખ્ય દેવતાની જ પ્રતિમામાં પ્રતિષ્ઠા માનવી એ સંભવિત નથી. કારણકે ગમે તેવા મંત્રોચ્ચાર કે વિધિવિધાનથી, વીતરાગબનેલા મુખ્ય દેવતાનું પ્રતિમામાં સંનિધાન થવું અસંભવિત છે. આશય એ છે કે પ્રતિષ્ઠાપ્ય દેવનું બે પ્રકારે આગમન લોકો માને છે. (૧) કાયિકઆગમન-મંત્રસંસ્કારાદિથી આકર્ષાઈને દેવ ખુદ પ્રતિમામાં આવે ને પ્રતિમાને અધિષ્ઠિત કરે એ કાયિક આગમન કહેવાય છે. (૨) માનસિક આગમન-પોતે ખુદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org