________________
૩૦૯
બત્રીશી-૫, લેખાંક-૨૯ ઉપચાર છે. પ્રતિષ્ઠાચાર્યમાં હજુ કેવલજ્ઞાન વગેરે પ્રગટ થયેલા નથી. છતાં એવો અધ્યવસાય ઊભો કરાઈ રહ્યો છે. માટે એ મૌલિક ન હોવાથી ઉપચારરૂપ છે. છતાં પ્રતિષ્ઠાચાર્યના આત્માના આ કેવલજ્ઞાનાદિ સ્વભાવભૂત પણ નથી જ. અને છતાં અભેદ ઉપચાર કરાઈ રહ્યા છે. માટે એ ઔપાધિક ઉપચાર કહેવાય છે. આ ઔપાધિક ઉપચાર અનેક પ્રકારનો હોય છે. જેમકે નવકાર-પંચિંદિયથી કરાતી સ્થાપના અલ્પકાલીન હોય છે જ્યારે અક્ષાદિમાં વિશિષ્ટ વિધિથી કરાયેલી સ્થાપના દીર્ઘકાલીન હોય છે. જ્યાં સુધી ઉત્થાપનવિધિપૂર્વક એનું વિસર્જન ન થાય ત્યાં સુધી એ ટકનારી હોય છે. વીતરાગ પ્રભુના આલંબને ઊભો થતો અધ્યવસાય નાશ પામવાથી, એનો સ્વાત્મામાં જે સ્વાભાવિક ઉપચાર કરાયો હોય છે તદ્રુપ મુખ્ય પ્રતિષ્ઠા ભલે વિનષ્ટ થાય. પણ એનો ઔપાધિક ઉપચારરૂપ અભેદ ઉપચાર કરવાથી પ્રતિમામાં જે એક વિશેષ પ્રકારનો સંસ્કાર ઊભો થયો હોય છે તે દીર્ધકાળ ટકી શકતો હોવાથી પ્રતિમા અપ્રતિષ્ઠિત થઈ જવી વગેરરૂપ કોઈ પ્રશ્ન રહેતો નથી.
શંકા-તમારું આ બધું વિશ્લેષણ એમ સમજાવે છે કે પ્રતિમામાં મંત્ર સંસ્કાર વગેરે દ્વારા વીતરાગપ્રભુ રૂપ વિશેષદેવતાની પ્રતિષ્ઠા થાય છે. એવું તમે માનતા નથી, પણ એ વિશેષદેવતાના આલંબને પ્રતિષ્ઠાચાર્યને જે અધ્યવસાય ઊભો થાય છે એ અધ્યવસાયરૂપ નિજભાવની જ ઔપાધિક ઉપચારથી પ્રતિમામાં પ્રતિષ્ઠા થાય છે એવું તમે માનો છો. પણ તો પછી પૂજકને પ્રતિમાના પૂજનનું ફળ શી રીતે મળશે ? કારણ કે વિશેષદેવતા તો ત્યાં હાજર નથી.
સમાધાન - “આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે' આવા જ્ઞાનથી પૂજકને સમપત્તિ થાય છે અને આ સમાપત્તિથી એને વિપુલ કર્મ-નિર્જરારૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org