________________
બત્રીશી-૫, લેખાંક-૩૧
૩૨૭
पूयाए कायवहो, पडिकुट्ठो सो उ, किं तु जिणपूया । सम्मत्तसुद्धि उत्ति भावणीया उणिरवज्जा ।।
અર્થ : દ્રવ્યપૂજામાં હિંસા થાય છે, ને હિંસા તો નિષિદ્ધ છે. છતાં જિનપૂજા સમ્યક્ત્વની શુદ્ધિનું કારણ છે, માટે એ નિરવદ્ય જાણવી. ગ્રન્થકારે પણ દાનબત્રીશીમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. સમ્યગ્દર્શનની શુદ્ધિ તો સાધુઓને પણ ઇષ્ટ છે જ. એટલે જ તો તેઓ, જિનાજ્ઞાપાલન સ્વરૂપ ભાવસ્તવારૂઢ હોવા છતાં, સ્તુતિચૈત્યવંદન-સ્તવનાદિ રૂપ ભાવપૂજા પણ કરે છે. તો શ્રાવકની જેમ, સાધુને પણ જિનપૂજા, શુભ અધ્યવસાયો પ્રવર્તાવવા દ્વારા સમ્યગ્દર્શન ની નિર્મળતાનું (યાવત્ ક્ષાયિક સમ્યક્ત્વપ્રાપ્તિનું) કારણ બની શકતી હોવાથી શા માટે નિરર્થક કહેવાય ?
ઉત્તર ઃ સાધુઓ સ્વજીવનમાં સ્થાવર જીવોની હિંસા પણ ટાળતા હોય છે. કારણવશાત્ ક્યારેક સચિત્ત જળથી ભીની પૃથ્વી પર પગ પડી જાય કે લીલોતરીનો સંઘટ્ટો થઈ જાય ત્યારે મનમાં ‘હાય ! હાય ! વિરાધના થઈ ગઈ' આવો પશ્ચાત્તાપ ભાવ સ્ફુર્યા ક૨વાનો જ ગાઢ અભ્યાસ હોય છે. એટલે સ્નાનાદિ કરવામાં ને કર્યા બાદ તેમજ પુષ્પાદિને સ્પર્શવામાં આ વિરાધનાનો વિચાર જ એટલો જોરમાં પ્રવર્તે છે કે જેથી પ્રભુભક્તિનો શુભ અધ્યવસાય સ્ફુરવાને કોઈ અવકાશ જ રહેતો નથી, ને તેથી સમ્યગ્દર્શનની નિર્મળતા થવાની કોઈ શક્યતા રહેતી નથી. ગૃહસ્થોને સ્વજીવનમાં અનેકશઃ પૃથ્વીકાયાદિ સ્થાવર જીવોની વિરાધના હોવાથી પાણી-પુષ્પ વગેરેનો સ્પર્શ થવામાં ‘હાય હાય વિરાધના થઈ ગઈ આવી કોઈ અરેરાટી અનુભવાતી હોતી નથી. એટલે પ્રભુભક્તિનો શુભઅધ્યવસાય સ્ફુરી સમ્યગ્દર્શનની નિર્મળતા થઈ શકવાના કારણે દ્રવ્યપૂજા આવશ્યક છે. વસ્તુતઃ શાસ્ત્રમાં મલિનારંભીને દ્રવ્યપૂજાના અધિકારી કહ્યા છે. સાધુ
એવા ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org