________________
૩૨૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
કોઈ પ્રયોજન સિદ્ધ થવાનું હોતું નથી. એટલે પ્રચુર નિર્જરા વગેરે ગુણાન્તર લાભ બંનેને સમાન છે એવી વાત સત્યથી વેગળી છે. (ગૃહસ્થને જો પૂજાથી ગુણાન્તર લાભ થાય છે તો સાધુને કેમ ન થાય ? એવા પ્રશ્નનો જવાબ આ છે કે) આદ્યભૂમિકામાં રહેલા જીવને જે ગુણકર હોય તે ઉપરની ભૂમિકામાં રહેલાને પણ ગુણકર હોય જ એવું નથી. કેમકે રોગચિકિત્સાની જેમ ધર્મ પણ નિયત અધિકારીને હોવાની શાસ્ત્રમાં વ્યવસ્થા દેખાડી છે. જેમ રોગચિકિત્સામાં પ્રારંભે મંદહોજરી વગે૨ે હોવાને કારણે મગનું પાણી વગેરે હિતકર (પુષ્ટિકારક) બને છે એટલા માત્રથી ઉત્તરકાળે(તેજ હોજરી થયે) કાંઈ એ હિતકર રહેતું નથી. એમ ગૃહસ્થની ભૂમિકામાં જિનપૂજા હિતકર હોવા માત્રથી સાધુની ઉપલી ભૂમિકામાં કાંઈ એ હિતકર બની જતી નથી. માટે જ તો રોગચિકિત્સાની જેમ તે તે ધર્મ પણ તે તે નિયત અધિકારીને કર્તવ્ય હોવાની શાસ્ત્રમાં વ્યવસ્થા દેખાડી છે. (અષ્ટક ૨/૫માં) કહ્યું છે કે ‘‘શાસ્ત્રમાં દ્રવ્યસ્નાન-ભાવસ્નાન રૂપ ધર્મસાધનની (અથવા સામાન્યથી તે તે ધર્માનુષ્ઠાનની) વ્યવસ્થા અધિકારીની અપેક્ષાએ દેખાડી છે. ગુણદોષની બાબતમાં એ વ્યવસ્થા વ્યાધિપ્રતિક્રિયા (ચિકિત્સા)ને તુલ્ય જાણવી'' (ગ્રન્થકારે સવાસો ગાથાના સ્તવનની આઠમી ઢાલમાં આ વાત આ રીતે કહી છે -
‘તો મુનિને નહીં કિમ પૂજના ?' એમ તું શું ચિંતે શુભમના ? રોગીને ઔષધ સમ એહ, નિરોગી છે મુનિવર દેહ.
ગૃહસ્થને પરિગ્રહ વગેરે રોગ વળગેલો છે ને એ કાઢવા માટે ગૃહસ્થ દ્રવ્યપૂજા કરે છે. મુનિને તે રોગ છે નહીં, તો ઔષધસમ દ્રવ્યપૂજા મુનિને નિરર્થક છે. આવો આનો આશય છે.)
પ્રશ્ન : દ્રવ્યપૂજા જેમ પરિગ્રહાદિરોગ નિવારી ભાવસ્તવ પામવા માટે છે, તેમ સમ્યક્ત્વની શુદ્ધિ માટે પણ છે જ. કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org