________________
૩૬૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
થયેલી મનની સંક્લેશમુક્ત અવસ્થા એ ભાવશુદ્ધિ છે. નિમિત્ત મળવા છતાં વિષય-કષાયના પરિણામ જાગે નહીં-મોળા રહે.. એ મનની સંકલેશમુક્ત અવસ્થા છે. એ ભાવશુદ્ધિ છે. ગીતાર્થમહાત્માના ઉપદેશનો સ્વીકાર કરવાની યોગ્યતા એ પ્રજ્ઞાપનીયતા છે. એના વિનાનો જીવ અપ્રજ્ઞાપનીય છે. શાસ્ત્રની (= ગુરુવચનની) શ્રદ્ધા કરતાંય પોતાની કલ્પનાને મહત્ત્વ આપવું એ સ્વઆગ્રહ છે. ગીતાર્થ સંવિગ્ન ગુરુ ભગવંત જે કાંઈ પ્રવૃત્તિ કે નિવૃત્તિ કહે છે તે શાસ્ત્રવચનના ઐદંપર્યાર્થને અનુસરીને શિષ્યની હિતબુદ્ધિથી કહે છે. ગુરુવચન મુજબ કરવાથી મારું આત્મહિત થશે” આવી શ્રદ્ધા એકબાજુ છે. બીજીબાજુ પોતાની કલ્પનામાં કંઈક અન્ય ભાસી રહ્યું છે કે “આ રીતે કરીશ તો મારું હિત થશે .. એટલે મનમાં દ્વન્દ્ર ચાલે છે કે ગુરુવચન મુજબ કરવું કે સ્વકલ્પનામુજબ. એ વખતે શાસ્ત્રશ્રદ્ધા નબળી હોય અને સ્વકલ્પનાનો અભિનિવેશ વધુ હોય તો સ્વકલ્પનાનો વિજય થાય છે, અને ગુરુવચન વેગળું મૂકાય છે. એટલે ગુરુપાતંત્ર્ય વિના કરવામાં આવતા યમનિયમાદિથી થયેલ પરિણતિ સ્વઆગ્રહાત્મક છે. સ્વકલ્પનાને છોડીને ગીતાર્થવચનને સ્વીકારવા માટે એ તૈયાર હોતી નથી, માટે અપ્રજ્ઞાપનીય છે. એટલે એ ભાવશુદ્ધિ, માર્ગાનુસારી હોતી નથી, એટલે કે વિશિષ્ટ ગુણઠાણાની પ્રાપ્તિ કરાવી આપે એવા સાહજિક જીવપરિણામરૂપ માર્ગને અનુસરનારી હોતી નથી, ને તેથી વાસ્તવિક ભાવશુદ્ધિરૂપ હોતી નથી. રાગ, દ્વેષ અને મોહ... આ ત્રણ, ભાવને મલિન કરનારા હેતુઓ છે. એટલે આ ત્રણ જેમ વધુ હોય એમ ભાવમાલિન્ય તીવ્ર હોય છે. પછી ભાવશુદ્ધિ શી રીતે સંભવે ? સ્વબુદ્ધિકલ્પનારૂપ શિલ્પથી નિર્માણ થયેલી ચીજ વાસ્તવિક હોતી નથી. આવા અપ્રજ્ઞાપનીયજીવનો વૈરાગ્ય ઘણુંખરું મોહગર્ભિત હોય છે. અથવા સ્વકલ્પનાનો અભિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org