________________
બત્રીશી-૭, લેખાંક-૪૧
૪૨૯ સાહિત્ય વાંચવાનો નિષેધ છે. એમના ગુરુ ભગવંતોએ આ રીતે વાડાબંધી કરીને બધાને પકડી રાખ્યા છે...
ઉત્તર : આવું જ તમારા પક્ષે નથી ? આપણી માન્યતા સિવાય બીજા કોઈના વ્યાખ્યાનમાં જવું નહીં. સાહિત્ય વાંચવું નહીં
” “બીજાઓ શું કહે છે ?” એ જાણવું હોય તો પણ એ બીજાઓ વતી અમે જે રજુ કરીએ એ જ તમારે વાંચવાનું-સાંભળવાનું... પછી સાવ વિકૃતવાતો રજુ કરવી. બીજાઓ જે ક્યારેય ન કહેતા હોય એવી બિલકુલ ગલત વાતો એમના નામે ફેલાવવી. ને એ તો ગલત હોવી સ્પષ્ટ હોવાથી “આ બીજા બધા શાસ્ત્રાજ્ઞાભંજક છે.' વગેરે માન્યતાને દઢ કરતા જવું.... આ બધી વાડાબંધી નથી ?
પ્રશ્ન : પણ મૂર્તિપૂજાની વાત તો બે ને બે ચાર જેવી સ્પષ્ટ છે. છતાં તેઓ કેમ સમજતા નથી ? કે પછી દૃષ્ટિરાગનો અંધાપો આવો ભયંકર હોય છે ? સીધી-સરળ વાતનો પણ સ્વીકાર કરવા ન દે.. વિચાર કરવા ન દે.
ઉત્તર : તમારી વાત બરાબર છે.. દૃષ્ટિરાગ એટલે જ સહુ રાગથી વધારે ભયંકર કહેવાયેલ છે. બીજા પક્ષને સાંભળવો- વાંચવોસમજવો. આવું કશું કરવાની તૈયારી જ નહીં. ક્યારેક પોતે સાંભળવું જ પડે એવું હોય તો પણ આ બધું ખોટું જ છે-અમારું જ સાચું છે... આ માન્યતાથી પહેલેથી બુદ્ધિ-વિચારને તાળું જ મારી દેવાનું. એટલે સાચું તત્ત્વ ક્યારેય જાણી જ શકે નહીં.. “પોતાની માન્યતા ગલત છે” એવી ક્યારેય પ્રતીતિ થાય જ નહીં.. ને ઉપરથી “એ જ સાચી છે' “અમે જ સાચું તત્ત્વ સમજેલા-પામેલા છીએ' આ વાત ને એનું મિથ્યાઅભિમાન મનમાં ઘુંટાતા જ રહે. માટે જ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે વીતરાગસ્તોત્રમાં કહ્યું છે કેત્રણ પ્રકારના રાગમાંથી કામરાગ (- વિષયોના આકર્ષણ) અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org