________________
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
આમ, જ્ઞાન વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમત્ અને તત્ત્વસંવેદન એમ ત્રણ પ્રકારે છે. એમાંનું પ્રથમ વિષયપ્રતિભાસજ્ઞાન દૃષ્ટાન્નાદિથી વિચારીએ -
૩૪૦
પ્રથમ વિષયપ્રતિભાસજ્ઞાન મિથ્યાર્દષ્ટિઓને જ હોય છે. નાનું બાળક વગેરે મુગ્ધજીવ... રત હોય કે કાચ હોય.. વિષ હોય કે કંટક હોય.. એ તો દરેકના ઉપરના રૂપ-રંગ વગેરેને જ જુએ છે અને આકર્ષાઈ જાય છે. પણ આનાથી મને લાભ થશે કે નુકશાન થશે ? એનો એને વિચાર હોતો નથી. એમ, વિષયપ્રતિભાસજ્ઞાન પણ વિષયના બાહ્ય રૂપ-રંગ આકર્ષણને જ જુએ છે, પણ એના પરિણામે આવનારા દીર્ઘ દર્દનાક દુઃખોને એ જોતું નથી. અર્થાત્ વિષયોની મોહકતાને જુએ છે પણ મારકતાને જોતું નથી. અને તેથી એના હેયત્વાદિધર્મોને જોતું નથી. આ વિષયપ્રતિભાસજ્ઞાન મતિઅજ્ઞાન વગેરેના આવરણભૂત જે મતિઅજ્ઞાનાવરણ વગેરે કર્મો, તેના ક્ષયો– પશમથી પેદા થયેલું હોય છે.
બીજું આત્મપરિણામવત્ જ્ઞાન ભિન્નગ્રન્થિક જીવને હોય છે. રાગ-દ્વેષની નિબિડગાંઠ એ અહીં ગ્રન્થિ છે. એનો જેણે ભેદ કર્યો છે એવો (સમ્યક્ત્વીજીવ) એ ભિન્નગ્રન્થિકજીવ. એ જીવને જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી આ બીજું જ્ઞાન થયું હોય છે. અલબત્ ચારિત્રમોહના ઉદયના કારણે ચારિત્રનો પ્રતિબંધ અવિરત-સમ્યક્ત્વીજીવને થયેલો હોય છે. છતાં આ જ્ઞાનમાં હેયપદાર્થોની હેયતા અને ઉપાદેયની ઉપાદેયતા ભાસતી હોવાથી, હેયનો ત્યાગ અને ઉપાદેયનું આચરણરૂપ જે ચારિત્ર, તેની ઇચ્છારૂપ શ્રદ્ધા હાજર હોય છે. અષ્ટક (૯૪)માં કહ્યું છે કે ખાડામાં પડતા જીવને, ખાડામાં પડવું એ નુક્સાનકારક છે એ વાતનું તથા એમાં પડવાથી થનારા દોષોનું જ્ઞાન હોય છે. છતાં એ જાતને ખાડામાં પડતી અટકાવી શક્તો નથી. ને તેથી પતન પામીને હાથ-પગ ભાંગવા વગે૨ેરૂપ અનેક અનર્થને પામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org