________________
બત્રીશી-૬, લેખાંક-૩૨
૩૩૯ ક્રિયાને-પાપક્રિયાને નહીં. એટલે પ્રશ્ન ઊભો થાય છે કે અવિરત સમ્યક્તીની પાપક્રિયા જે થાય છે અને એનો બોધ કયા રૂપે પેદા કરે છે ? એનો બોધ અજ્ઞાનરૂપ તો છે જ નહીં, ને તેથી અજ્ઞાનરૂપે પેદા કરે છે એમ કહી શકાતું નથી.
આવા પ્રશ્નના જવાબમાં ગ્રન્થકાર કહે છે કે જ્યારે બોધની જ્ઞાન કે અજ્ઞાનરૂપે વિશેષવિવક્ષા કરવામાં ન આવે ત્યારે સામાન્યરૂપે એ “પ્રતિભાસ” કહેવાય છે. એટલે કે મિથ્યાત્વી વગેરે ત્રણેના બોધને સામાન્ય રીતે એક જ શબ્દથી જણાવવો હોય તો એ પ્રતિભાસ કહેવાય છે. અવિરતસમ્યક્તીનો બોધ આ પ્રતિભાસરૂપે જ હેયની પ્રવૃત્તિ કરાવે છે. ટૂંકમાં, વિરતિધરના બોધમાં જ્ઞાનત્વ અને પ્રતિભાસત્વ આ બે ધર્મો છે. એમાંથી જ્ઞાનવ ધર્મ સક્રિય બનીને વિરતિ પ્રવૃત્તિ કરાવે છે. મિથ્યાત્વીના બોધમાં અજ્ઞાનત્વ અને પ્રતિભાસત્વ આ બે ધર્મો છે. એમાંથી અજ્ઞાનત્વ ધર્મ સક્રિય બનીને વિષયપ્રવૃત્તિ-પાપપ્રવૃત્તિ કરાવે છે. અવિરતસમ્યવીના બોધમાં જ્ઞાનત્વ અને પ્રતિભાસત્વ ધર્મ રહેલા હોય છે. એમાંથી પ્રતિભાસત્વધર્મ સક્રિય બનીને એની પાસે વિષયપ્રવૃત્તિ-પાપપ્રવૃત્તિ કરાવે છે, પણ જ્ઞાનવધર્મ સક્રિય બનીને વિરતિપ્રવૃત્તિ કરાવતો નથી.
પ્રશ્ન : વિરતિધરના બોધમાં જ્ઞાનવધર્મ સક્રિય બને છે તો અવિરતસમ્યક્વીના બોધમાં એ ધર્મ કેમ સક્રિય બનતો નથી.
ઉત્તર : ચારિત્રમોહનીયકર્મનો ઉદય એને સક્રિય બનવા દેતો નથી એમ જાણવું જોઈએ. એટલે અવિરતસમ્યક્વીનું વેદન એ તત્ત્વનું વદન હોવા છતાં તત્ત્વનું સમ્યકવેદન = સંવેદન હોતું નથી. જેવું વદન હોય એવી જ પ્રવૃત્તિ કે નિવૃત્તિ થતી હોય તો જ વેદનને સમ્યકવેદન = સંવેદન કહેવાય છે. અવિરતસમ્યક્તી માટે એવું નથી, માટે એનો બોધ “તત્ત્વસંવેદન” નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org