________________
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
પણ અંદરથી મન બોરમાં જ રમવા માંડ્યું.. પિરણામ ? જેવા ભાવ તેવો ભવ.. કર્મસત્તાએ એ શ્રાવકના જીવને બોરડીમાં ગોઠવી દીધો.
૩૯૪
વળી ભૂખ જેવું કોઈ દુ:ખ નથી... તથા ધીમે ધીમે ખૂબ ક્ષીણ થયેલા શરીરમાં અશક્તિ વગેરેના કારણે પણ દુ:ખ વધતું જાય એ સંભવિત છે.. વળી આજીવન પચ્ચક્ખાણ હોવાથી અને દવા લેવાની ન હોવાથી આ દુ:ખમાં રાહત મળવાની કોઈ આશા રહી હોતી નથી. એટલે સતત અનુભવાતું આ દુઃખ અસહ્ય લાગે એવી પણ શક્યતા નકારી શકાતી નથી. સાવધાની જરાક પણ નબળી પડે તો, આના કારણે આર્તધ્યાનાદિ થઈ શકે છે.
પૂર્વના કાળમાં પ્રથમસંઘયણ હતું.. અને માનસિકધૃતિ પણ ઘણી જ પ્રબળ હતી. વળી સંલેખના વગેરે દ્વારા જાતને અનેક રીતે કેળવી લેવામાં આવતી. તથા સારામાં સારી નિર્યામણા કરાવી શકે (= ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય-અતિતીવ્ર વેદનાઓથી અનશની ઘેરાઈ જાય... અસમાધિની સંભાવના કે શરુઆત થાય તો સ્તવનસજ્ઝાય-પ્રેરક વચનો વગેરે દ્વારા અનશનીને પાછો સમાધિમાં રમતો કરી શકે) એવા અનેક નિર્યામકો રહેતા. એટલે મૃત્યુ બગડી જવાની સંભાવના લગભગ નહીંવત્ જેવી હોવાથી અનશનની અનુજ્ઞા અપાતી હતી. આજે આનાથી લગભગ વિપરીત અવસ્થા છે, માટે સામાન્યથી રજા અપાતી નથી. છતાં, ગીતાર્થ ગુરુભગવંતને યોગ્યતા જણાય તો એક-એક ઉપવાસના પચ્ચક્ખાણ દ્વારા અંતિમ અવસ્થામાં સાગારિક અનશન ક્યારેક ક્યાંક કરાવાય પણ છે.
આ રીતે તપ અંગેના ભ્રમને દૂર કર્યો. હવે દયા અંગે પણ જે લોકોને ભ્રમ છે એનું વારણ કરવાની વિચારણા કરીએ. જીવનું સ્વરૂપ શું છે ? કેવી કેવી જગ્યાએ કેવા કેવા જીવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org