________________
લેખાંક
સાધુસમયના પ્રથમ અંશ જ્ઞાનના ત્રણ પ્રકારો ગયા લેખમાં જોયા. હવે બીજા અંશ ભિક્ષાનો આ લેખમાં વિચાર કરીએ. ભિક્ષા ત્રણ
પ્રકારે છે. (૧) સર્વસંપત્કરી ભિક્ષા = મોક્ષસુધીની સર્વસંપત્તિઓને કરી આપવાના સ્વભાવવાળી ભિક્ષા. (૨) પૌરુષબી ભિક્ષા = પુરુષાર્થને હણનારી ભિક્ષા. અને (૩) વૃત્તિભિક્ષા = આજીવિકારૂપ ભિક્ષા.
(૧) સર્વસંપત્કરી ભિક્ષા સંયમ પાલનાદિ કરવા માટે શરીરને ટકાવવું પડે. શરીરને ટકાવવા માટે ભોજન જોઈએ. ભોજન પોતે રાંધવાનું હોય તો આરંભ-સમારંભ થાય. એટલે સદા અમારંભી રહેવા માટે ભિક્ષા એ જ આધાર છે. આ ભિક્ષા સદા અનારંભનો હેતુ (= સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર કોઈ પણ જીવની વિરાધનાથી મનવચન- કે કાયાના કોઈપણ સ્તર પર સદા બચવું એ સદાઅનારંભ, તેનું કારણ) બને છે. આ ભિક્ષા આ સદાઅનારંભનો હેતુ જે બને છે તે (૧) હંમેશા હનન (= જીવઘાત)-પાચન વગેરે આરંભનો પરિહાર કરવા દ્વારા બને છે તથા (૨) સદાઅનારંભના ગુણગાનથી આત્મામાં રહેલો જે એક ચોક્કસ પ્રકારનો પરિણામ વ્યક્ત થાય છે. એ પરિણામથી થયેલી જયણા દ્વારા બને છે. સાધુ-સાધ્વીજી ભગવંતો ગોચરી વહોરી લાવ્યા બાદ ગુરુભગવંત પાસે આલોવતા હોય છે. એ આલોવવામાં શ્રી દશવૈકાલિક સૂત્રની “અહો જિર્ણહિં અસાવા...” ગાથા ચિંતવવાની હોય છે જેનો અર્થ છે : અહો ! શ્રી જિનેશ્વરદેવોએ સાધુઓને કેવી નિષ્પાપ વૃત્તિ-જીવનનિર્વાહની પદ્ધતિ બતાવી છે, કે જેથી જીવહિંસા વગેરે કોઈ પાપ લાગ્યા વગર મોક્ષની સાધનાના કારણભૂત શરીરને સાધુ સારી રીતે ધારી રાખી શકે છે. આ ચિંતવન સદાઅનારંભના આકર્ષણ-પાલનતત્પરતા વગેરેથી રંગાયેલો એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org