________________
૩૦૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રભાવે આ કર્મમળ બળી જાય છે ને આત્માને વીતરાગત્વરૂપ શુદ્ધ સુવર્ણપણે પ્રાપ્ત થાય છે. એટલે કે આત્મા પોતે વીતરાગરૂપે પરિણમે છે. વળી હું ખુદ તે વીતરાગપ્રભુ છું” આવો સંવેદનાત્મક દૃઢઉપયોગ એ જ કથંચિઅભેદના કારણે આ આત્મદ્રવ્યમય છે. ને એનાથી ક્ષાયિકવીતરાગતારૂપ જે પરમારસાપત્તિ થાય છે એ પણ કથંચિ અભેદના કારણે આત્મદ્રવ્યમય જ છે. એટલે કે આ દઢઉપયોગમય આત્મદ્રવ્ય પોતે વીતરાગઆત્મદ્રવ્યરૂપે પરિણમતું હોવાથી સ્પષ્ટ છે કે એ દઢઉપયોગમય સ્થાપના એ પરમ પ્રતિષ્ઠાનું સત્ર રસાપત્તિનું પરિણામકારણ બને છે. જેમકે માટી પોતે ઘડારૂપે પરિણમે છે, માટે એ ઘડાનું પરિણામી કારણ છે. પણ દંડ કાંઈ ઘડારૂપે પરિણમતો નથી. માટે એ નિમિત્ત-કારણ છે.) પ્રતિમામાં ઉપચારથી થયેલી પ્રતિષ્ઠા તો વીતરાગતાનું વધુમાં વધુ નિમિત્ત કારણ જ બની શકે છે, પરિણામી-કારણ નહીં. કારણકે પ્રતિમામાં યોગ્યતારૂપે પણ વીતરાગતા-કેવલજ્ઞાન વગેરે ગુણો રહ્યા ન હોવાના કારણે એ ક્યારેય તદ્રુપે પરિણમતી નથી. તેથી પ્રતિમામાં કરેલી સ્થાપના એ મુખ્ય નથી. આ વાત ષોડશક (૮-૫)માં પણ કરી છે. વળી ત્યાં (૮૮-૯) માં કહ્યું છે કે-મુખ્યદેવતાસ્વરૂપના આલંબને થયેલો વીતરાગતાદિનું અવગાહન કરનારો દઢઉપયોગમય ભાવ એ રસેન્દ્ર જેવો છે. તેનાથી પુણ્યાનુબંધી પુણ્યસ્વરૂપ વિભૂતિ પ્રાપ્ત થતી હોવાથી એ મહોદય છે. રાગ-દ્વેષાદિથી ગ્રસ્ત આત્મસ્વભાવ એ તાંબુ છે. જેમ સુવર્ણરસના સંપર્કથી તાંબુ સુવર્ણરૂપતા પામે છે, તેમ ભાવરૂપ રસેન્દ્રથી રસાતું આત્મસ્વભાવરૂપ તાંબુ કેટલાકકાળે પરમ=શ્રેષ્ઠ અપ્રતિબદ્ધ અનુપહિત સિદ્ધકાંચનતા=સર્વકર્મમલમુક્ત સિદ્ધાવસ્થારૂપ કાંચનતાને પામે છે. (આ પ્રાપ્તિમાં આવો ક્રમ જાણવો-ભાવરસેન્દ્ર-પુણ્યાનુબંધી પુણ્યઉત્તરોત્તર સાધનાની સુંદર સામગ્રી-ઉત્તરોત્તર શુભ શુદ્ધ ભાવોવીતરાગતા-કેવલજ્ઞાન-મુક્તિ.) આગમવચન અગ્નિ જેવું છે. તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org