________________
બત્રીશી-૫, લેખાંક-૨૯
૩૦૫
અમુક ચોક્કસ વ્યાપારરૂપ ક્રિયાથી કર્મરૂપી ઇન્ધનનો દાહ થવાથી આ સિદ્ધકાંચનતા પ્રાપ્ત થાય છે, માત્ર ભાવરસેન્દ્રથી એ સિદ્ધકાંચનતા પ્રાપ્ત થઈ જાય છે એવું નથી. પ્રતિમામાં થયેલ પ્રતિષ્ઠા પણ વચનક્રિયારૂપ છે. તેથી એ ક્રિયા ઇંધનપ્રક્ષેપાત્મક શુભવ્યાપારરૂપ જે ઇતકર્તવ્યતા, તસ્વરૂપ હોવાના કારણે સફળ છે.''
આશય એ છે કે તાંબાને સુવર્ણરસથી ૨સવામાત્રથી સો ટચનું સોનું પ્રાપ્ત થઈ જતું નથી, કારણ કે તાંબાનો અંશ ભલે સુવર્ણ બન્યો, તાંબામાં જે મેલ-માટી વગેરે ભળેલા હતા એ તો અશુદ્ધિરૂપે હજુ પણ ઊભા જ રહે છે. એ જ્યારે અગ્નિદ્વારા દૂર થાય છે ત્યારે શુદ્ધ સુવર્ણ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુતમાં પણ આવું જ છે. એ સમજવા માટે નીચેના શંકા-સમાધાન વિચારીએ.
શંકા - જો શ્રીવીતરાગના આલંબને ‘હું પણ તે વીતરાગ જ છું’ આવા પ્રગટ થયેલા ભાવને આત્મામાં સ્થાપવો એ પ્રતિષ્ઠા છે. ને આ ભાવ જ ભાવ૨સેન્દ્રસ્વરૂપ હોવાથી પરમાત્માની સમરસાપત્તિ કરાવનાર છે. તો પ્રતિષ્ઠા માટે બાહ્ય વિધિવિધાનની શી જરૂર છે ? માત્ર આવો ભાવ પ્રગટ કરીને સ્થાપી દેવો એટલું જ આવશ્યક નથી ?
સમાધાન - ઉપરનું દૃષ્ટાન્ત અહીં વિચારવું. અર્થાત્ આગમવચનસ્વરૂપ અગ્નિના વ્યાપારથી કર્મસ્વરૂપ ઇંધન જ્યાં સુધી બળી જતું નથી ત્યાં સુધી, માત્ર ભાવસેન્દ્રથી` જ વીતરાગતા-કેવલજ્ઞાનાદિમય જે આત્માનું શુદ્ધસ્વરૂપ તત્સ્વરૂપ સિદ્ધકાંચનતા સંપન્ન થતી નથી. એટલે અગ્નિ પ્રગટીને મેલ વગેરેને બાળવાનું સ્વકાર્ય કરે એ માટે જેમ ઇંધનપ્રક્ષેપ આવશ્યક હોય છે એમ આગમવચનરૂપ અગ્નિ કર્મકચરાને બાળવાનું સ્વકાર્ય કરે એ માટે આગમોક્ત પ્રતિષ્ઠા= વિધિવિધાન પણ આવશ્યક છે. ને તેથી સ્વકીય ભાવની સ્થાપનાના આ વિધાનમાં પ્રતિમામાં થતી પ્રતિષ્ઠાક્રિયા પણ સફળ છે–સાર્થક છે, નિરર્થક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org