________________
૩૭૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે છે. પણ મૈથુન તો કોઈ રીતે રાગ-દ્વેષ વિના સંભવિત નથી. એમાં રાગ-દ્વેષ થાય જ છે. માટે એ દુષ્ટ છે જ. વળી, એ અધર્મનું મૂળ છે એમ શ્રીદશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે. તેમજ “એ મહાઅસંયમકારી છે' એવું શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે માટે મૈથુનસેવન દુષ્ટ જ છે એમાં કોઈ શંકા નથી.
તિજ-“અપુત્રીયાની ગતિ (= સદ્ગતિ) થતી નથી.” આવું શાસ્ત્રવચન છે. તે પણ એટલા માટે છે કે પુત્ર હોય તો એ પિતૃશ્રાદ્ધ કરે જેથી પિતાની સદ્ગતિ થાય. જો પુત્ર ન હોય તો પિતૃશ્રાદ્ધ ન થવાથી પિતા અવગતીયા થાય... એટલે પિતૃશ્રાદ્ધરૂપ ધર્મ માટે અધિકારી ગૃહસ્થને પુત્રની ઈચ્છા જાગે જ. અને એ ઇચ્છાને સફળ કરવા માટે એણે સ્વપતી સાથે ઋતુકાળે મૈથુન સેવવું જ પડે. આ રીતે ધર્મ માટે પુત્રને ઇચ્છતો અધિકારી ગૃહસ્થ ઋતુકાળે સ્વપતી સાથે મૈથુનસેવન કરે એ દુષ્ટ નથી, જેમકે સુધાકાળે ભોજન. હા, જો પરસ્ત્રી કે વેશ્યા સાથે મૈથુનસેવન કરવામાં આવે તો એ જરૂર અનર્થકર છે. એમ સ્વસ્ત્રી સાથે પણ જો ઋતુકાળ સવિાય એ કરવામાં આવે તો પણ એ દુષ્ટ છે જ. કહ્યું જ છે કે “ઋતુકાળ વીત્યા બાદ જે મૈથુનસેવન કરે છે તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે અને દિવસે દિવસે સૂતક લાગે છે.'
જૈન-આમ કહેવું યોગ્ય નથી, કારણકે આ રીતે પણ સ્વરૂપે તો એ દુષ્ટ હોવું જ સિદ્ધ થાય છે. આશય એ છે કે દ્વિજના મતે કૂતરાનું માંસ સામાન્યથી નિષિદ્ધ છે... પણ કોઈ એવા કારણે અપવાદપદે એ માન્ય છે. આમ અપવાદપદે માન્ય હોવા છતાં સ્વરૂપે તો દ્વિજમતે પણ એ નિર્દોષ નથી જ, કેમકે જો એ નિર્દોષ હોત તો એમાં પ્રાયશ્ચિત કહેત નહીં, પણ કહેલું તો છે જ. એટલે અમુક અવસ્થામાં કારણવશાત્ એ સેવાતું હોવા છતાં સ્વરૂપે તો એ દુષ્ટ જ છે, એમ મૈથુન પણ સ્વરૂપે તો દુષ્ટ જ છે. તેમ છતાં સાધુપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org