________________
બત્રીશી-૭, લેખાંક-૩૬
૩૭૯ પાળવા માટે અસમર્થ જીવ પોતાની વાસના વિકૃતિરૂપ ન બની જાય એ માટે એને સેવે છે. ભૂત વધારે તોફાન ન મચાવે એ માટે એને બલિ-બાકળા આપી દેવા જેવું આ છે. બાકી જો એ સર્વથા નિર્દોષ હોત તો કુમારઅવસ્થાથી સાધુપણાના પાલનનો ઉપદેશ જ્ઞાનીઓ આપત જ નહીં. તેમજ ગૃહસ્થપણાનાં ત્યાગનો ઉપદેશ પણ આપત જ નહીં, કારણ કે સર્વથા નિર્દોષ ચીજનો કાંઈ ત્યાગ કરવાનો હોતો નથી.
- તિજ-અપવાદ પણ એક માર્ગ છે, ને જે માર્ગરૂપ હોય એ દુષ્ટ હોય નહીં. એટલે આપવાદિક મૈથુન તો નિર્દોષ પણ બની જ ગયું ને?
જૈન-ના, મૈથુન અપવાદપદે પણ નિર્દોષ નથી. કારણ કે ધર્મ માટે પુત્રેછુ અધિકારી વ્યક્તિ સ્વપતી સાથે ઋતુકાળે જે મૈથુનસેવન કરે છે તે પણ લિંગની-ઇન્દ્રિયની વિકૃતિ વિના સંભવિત હોતું નથી જ. અને આવી વિકૃતિ કામની ઉત્તેજના વિના સંભવતી નથી, જેમકે ભય વગેરેની અવસ્થામાં કે જ્યારે કામની ઉત્તેજના સંભવતી નથી ત્યારે ઇન્દ્રિય વિકૃત પણ થતી નથી જ. કામવાસનાની ઉત્તેજના એ રાગ” (કામરાગ) જ છે. ને તેથી રાગવિના મૈથુન સંભવતું ન હોવાથી એ નિર્દોષ હોતું નથી. કામરાગ નિર્દોષ શી રીતે હોય શકે ? એટલે જ શાસ્ત્રકારોએ મૈથુન અંગે અપવાદ હોવાનો નિષેધ કર્યો છે. માટે મૈથુન એ આપવાદિક હોતું નથી જ, ને તેથી એ અપવાદાત્મક માર્ગરૂપ પણ નથી જ. અને જે માર્ગરૂપ નથી એ નિર્દોષ શી રીતે હોય શકે ? માટે મૈથુન સદોષ જ છે.
વળી, વેદમાં જણાવ્યું છે કે “સ્ત્રીસંગ્રહ ન કરવો હોય અને તેથી સ્નાન ન કરવું એ તો સારામાં સારું જ છે. પણ જો સ્ત્રીસંગ્રહ કરવો હોય ને એ માટે સ્નાન કરવાનું હોય તો એ વેદપાઠ કરીને જ કરવું. (આ વાત “વેદં હૃધીત્ય સ્નાયા આવા વેદવાક્ય દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org