________________
૩૮૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે કહેવાયેલી છે.) આમાં સ્પષ્ટ જણાય છે કે સ્ત્રીસંગ્રહ ન કરવારૂપ સંન્યાસપણું જ પ્રથમ નંબરે છે, સ્ત્રીસંગ્રહરૂપ ગૃહસ્થપણે તો એનાથી હિન જ છે. અને તેથી ગૃહસ્થપણામાં સંભવિત એવું મૈથુનસેવન પણ હીન હોવાથી “એમાં દોષ નથી' એમ કહી એની પ્રશંસા કરવી એ આપ્તપુરુષ માટે યોગ્ય નથી. કારણ કે આપ્તપુરુષની પ્રશંસા જાણીને ઘણા લોકો મૈથુનમાં પ્રવૃત્ત થાય છે ને પરિણામે પાપબંધ કરે છે. વળી તે દ્વિજ ! સપાપક્રિયાનો ત્યાગ ધર્મજનક (= અભ્યદયફળ સાધક) હોય કે નિષ્પાપ ક્રિયાનો ત્યાગ ? “સપાપક્રિયાનો ત્યાગ ધર્મજનક હોય છે એમ જો કહેશો તો માંસ, મદ્ય અને મૈથુન એ ત્રણે સપાપ ક્રિયારૂપ બની જ ગયા, કારણ કે એના ત્યાગને તો તમે પણ મહાનફલ્થ આપનાર કહ્યો જ છે. “નિષ્પાપક્રિયાનો ત્યાગ ધર્મજનક હોય છે” એમ જ કહેશો તો તમારે યોગસાધના વગેરેનો પણ ત્યાગ કરી દેવો પડશે, કારણ કે ધર્મજનક છે. માટે “માંસભક્ષણ વગેરે ત્રણ નિર્દોષ છે, અને તેની નિવૃત્તિ (= તેનો ત્યાગ) મહાન્ફળ આપનાર છે” એવી વાત તુચ્છ છે.
હવે વર્તમાનમાં નાસ્તિક સુધારાવાદીઓ મૈથુન અંગે જે દલીલો કરે છે તે અંગેનો થોડો વિચાર જોઈ લઈએ –
શંકા-જેમ મળવિસર્જન એ માનવશરીરની એક કુદરતી પ્રક્રિયા છે એમ મૈથુનસેવન પણ કુદરતી હાજત જ છે. માટે એને સંધવું ન જોઈએ.
સમાધાન - આ વાત બરાબર નથી, કારણ કે મળને રોકનારનું આરોગ્ય કથળે છે. જ્યારે મૈથુન ન સેવનાર બ્રહ્મચારીનું આરોગ્ય કથળતું તો નથી, પણ ઉપરથી સુધરે છે. વધુ તેજસ્વિતા આવે છે.
શંકા - શારીરિક આરોગ્ય ભલે નથી કથળતું. માનસિક તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org