________________
-૩૬
૩૭૭
બત્રીશી-૭, લેખાંક-૩૬ વરદાન માગવા કહે છે... ત્યારે દેવીઓ કહે છે, “જો તમારે જીવહિંસા કે મૈથુનસેવન ન કરવું હોય તો તમે મદ્યપાન કરો એવી અમારી માગણી છે.”
ઋષિ વિચારે છે કે ગોળ, ધાતકી કુસુમ, જળ વગેરેમાંથી દારુ બને છે. અને આ ગોળ વગેરે નિર્દોષ ચીજો છે, માટે મદ્યપાનમાં વાંધો નહીં. એટલે ઋષિએ એ વાત સ્વીકારીને મદ્યપાન કર્યું. પણ પછી નશો ચડવા પર હિંસા ય કરી ને મૈથુનસેવન પણ કર્યું. તપનું બધું સામર્થ્ય ભ્રષ્ટ થઈ ગયું. ને પરિણામે દુર્ગતિગમન થયું. આમ મદ્યપાન એ મહાદુષ્ટ છે. મદ્યપાનમાં નીચેના દોષો કહેવાયેલા છે. ચહેરાની સુંદરતા નષ્ટ થઈને કુરૂપતા આવે છે, રોગોનો સમૂહ પેદા થાય છે, સ્વજનો દ્વારા પરાભવ થાય છે, કાર્ય કરવાનો અવસર ચૂકી જવાય છે, બધાને શરાબી પ્રત્યે દ્વેષ જાગે છે ને એના કારણે શરાબીને પણ બધા પ્રત્યે દ્વેષ જાગે છે, જ્ઞાનનો નાશ થાય છે, યાદશક્તિ ક્ષીણ થવા માંડે છે, બુદ્ધિની હાનિ થાય છે, સજ્જનો એને છોડી દે છે, ને તેથી જ પછી દુર્જનોનો જ સંગ રહે છે ને એવા નીચજનની સેવા કરવી પડે છે, કઠોરતા આવે છે, લોકો શરાબીને નીચકુલનો માને છે, બળ ક્ષીણ થાય છે, ધર્મની હાનિ થાય છે, કામની હાનિ થાય છે, અર્થ (ધન)ની હાનિ થાય છે.
આમ મદ્યપાનની સદોષતા વિચારી... હવે મૈથુનની સદોષતાની વાત -
હિંસા વગેરે નિષિદ્ધ છે, પણ સર્વથા નિષિદ્ધ નથી. એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થઈ જાય તો અપવાદપદે હિંસા વગેરે પણ વિહિત બને છે. પણ એ રીતે મૈથુનની અપવાદપદે પણ છૂટ આપવામાં આવી નથી... એ સર્વથા નિષિદ્ધ જ છે. આ શાસ્ત્રોક્ત વાતમાં શાસ્ત્રકારોએ જ એવું કારણ આપ્યું છે કે હિંસા વગેરે રાગલેષ વિના પણ થઈ શકે છે, માટે અપવાદે એની અનુજ્ઞા શક્ય બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org