________________
લેખાંક
પ્રતિષ્ઠા અંગેની વિચારણા ચાલી રહી છે. એ અંગેની અવશિષ્ટ મન્સન્યાસાદિની વિધિ આ લેખમાં જોઈએ. આ પ્રતિષ્ઠાવિધિમાં ક્ષેત્ર
સંશોધન-અભિવર્ષણાદિ સંપન્ન થાય એ માટે વાયુકુમાર-મેઘકુમાર વગેરે દેવો અંગેના જે મંત્ર સંપ્રદાયમાં ચાલી આવેલા હોય એના ન્યાસાદિ કરવા એ યુક્તિસંગત છે.
શંકા - ન્યાયોપાર્જિતધન, વ્યસનમુક્ત શિલ્પીને સત્કારપૂર્વક સ્વવિભવોચિત મૂલ્યનું અર્પણ, દોહદપૂરણ, મન્ટન્યાસ વગેરે આગમોક્ત વિધિપાલન દ્વારા નિર્માણ થયેલું બિંબ ભાવશુદ્ધ હોય છે. તેથી એની સ્થાપનાના અવસરે વિપ્નની શાંતિ માટે બલિ-બાકળા આપવા વગેરે અયોગ્ય છે, કારણ કે બિંબ જે ભાવશુદ્ધ છે-અર્થાત્ બિંબનિર્માણકાળે જે ભાવશુદ્ધિ છે-એના કારણે જ એ વિજ્ઞશાંતિ થઈ જવાની છે.
સમાધાન - આ વાત બરાબર નથી, કારણ કે સ્વાત્મામાં થતી પ્રતિષ્ઠા અંગેના વિપ્નોની એનાથી શાંતિ થતી હોવા છતાં પ્રતિમામાં થતી પ્રતિષ્ઠા અંગેના વિઘ્નોની શાંતિ એનાથી થતી નથી. ને તેથી એની શાંતિ માટે બલિબાકળા વગેરે પણ આવશ્યક બને છે.
આશય એ છે કે વીતરાગતારૂપ નિજભાવ એ ભાવસત્ય છે. પણ હાલ એ કર્મોથી આવૃત છે. તેથી વીતરાગપ્રભુના આલંબને થયેલા અધ્યવસાય દ્વારા એની સ્વાત્મામાં સ્વાભાવિક ઉપચારરૂપે પ્રતિષ્ઠા કરવામાં આવે છે. જે વ્યક્તિને વીતરાગપ્રભુ પ્રત્યે અત્યંત આદર બહુમાન હોય એ જ આ રીતે પ્રતિષ્ઠાકાળે પોતાના આત્મામાં વીતરાગનું સ્થાપન કરી શકે છે, અન્ય વ્યક્તિ નહીં. અને જેને એવા આદર બહુમાન છે એ તો પ્રભુની આજ્ઞાનો આદર કરવાનો જ. અર્થાત્ બિંબનિર્માણ અંગે ન્યાયોપાર્જિત ધન વગેરે જે કાંઈ વિધિ દર્શાવેલ હોય તેનું પાલન કરવાનો જ. કદાચ આદરમાં થોડી કચાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org