________________
૩૧૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સમાધાન - જ્યારે દેવતાનું અહંકાર-મમકારરૂપ જ્ઞાન હોય ત્યારે જ્ઞાનથી ફળ મળે અને એનો નાશ થઈ જાય ત્યારે સંસ્કારથી ફળ મળે આવું જુદું જુદું માનવામાં તો ગૌરવ (= વધારે પડતી કલ્પનાઓ આવશ્યક બને એ ગૌરવ) હોવાથી એ અયોગ્ય છે.
શંકા - પ્રતિષ્ઠિતત્વજ્ઞાનથી પૂજાફળની પ્રાપ્તિ તમે કહી છે. તેથી જ્યારે પૂજક અન્ય બાબતમાં વ્યગ્ર હોવાના કારણે એ જ્ઞાન નહીં હોય ત્યારે પૂજાફળ નહીં મળવાની આપત્તિ તમારે પણ આવશે
સમાધાન - એટલા અંશે અનુપયોગ થવાથી વિશેષફળ નથી મળતું. તેમ છતાં પ્રીતિ વગેરે અબાધિત હોવાથી સામાન્યફળ તો મળે જ છે.
શંકા - પ્રતિષ્ઠાચાર્ય જે પ્રતિષ્ઠાવિધિ કરે છે એના પ્રભાવે એમના આત્મામાં એક વિશિષ્ટ પ્રકારનું પુણ્ય નિર્માણ થાય છે ને એ જ પુન્ય પૂજાનું ફળ આપે છે એમ માનીએ તો ?
સમાધાન - આ વાત બરાબર નથી. કારણ કે (૧) અન્ય પૂજકોના આત્મામાં એ પુણ્ય ન હોવાથી એ પૂજકોને પૂજાનું ફળ મળી નહીં શકે. (૨) પ્રતિષ્ઠાચાર્યનું એ પુણ્ય નાશ પામી ગયા પછી પ્રતિમા અપૂજનીય બની જશે. કારણ કે પૂજા થાય તો પણ એનું ફળ આપનાર કોઈ રહ્યું નથી. (૩) પ્રતિમાને અસ્પૃશ્યનો સ્પર્શ થવા છતાં પ્રતિમા પૂજનીય જ રહેશે, કેમકે એ પુણ્ય પ્રતિષ્ઠાચાર્યના આત્મામાં રહ્યું હોવાથી નાશ પામ્યું નથી.
આમ, મુખ્યપ્રતિષ્ઠા-ઉપચરિત પ્રતિષ્ઠા-પૂજાફળનું પ્રયોજક... વગેરેની વિચારણા કરી, હવે બાકીની વાતો આગળના લેખોમાં જોઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org