________________
૩૪૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ઉત્તર : ત્યાં કાર્યસ્વભાવભેદે કારણસ્વભાવભેદ માનવો જે આવશ્યક જણાવ્યો છે એનાથી એ સંગતિ કરી શકાય. એટલે કે મિથ્યાત્વી વગેરે ત્રણેની પ્રવૃત્તિ કે જે કાર્ય છે, તે જો જુદું જુદું છે તો એના કારણભૂત જ્ઞાન પણ જુદું જુદું હોવું જોઈએ. હવે જ્ઞાન જો જુદું જુદું છે તો એના કારણભૂત ક્ષયોપશમ પણ અલગ-અલગ પ્રકારનો સંભવે છે... હવે ક્ષયોપશમ જો ભિન્ન-ભિન્ન છે તો એના કારણભૂત આવરણકર્મ પણ ભિન્ન ભિન્ન પ્રકારનું હોવું જોઈએ, એટલે કે અજ્ઞાનાવરણ, જ્ઞાનાવરણ અને સજજ્ઞાનાવરણ એમ અલગ-અલગ પ્રકારનું હોવું જોઈએ.
મિથ્યાત્વીને મિથ્યાત્વના પ્રભાવે પાપ અંગે હેત્વાદિનો બોધ જ હોતો નથી. એટલે પાપપ્રવૃત્તિ કરતી વખતે એના દિલમાં કોઈ કંપ = ડંખ હોતો નથી. એ તો મજેથી પાપ કરે છે. જ્યારે અવિરતસમ્યક્તીને તો હેયવાદિનો બોધ છે ને છતાં પાપ કરવું પડે છે, માટે એ વખતે એના દિલમાં ડંખ હોય છે. એટલે કે એની પાપપ્રવૃત્તિ સકંપ હોય છે. સાધુને વિરતિના પ્રભાવે પાપ નિવૃત્તિ અને અનવદ્ય પ્રવૃત્તિ જ હોય છે. ટૂંકમાં મિથ્યાત્વી આદિ ત્રણેની પાપ અંગે ક્રમશઃ નિષ્કપપ્રવૃત્તિ, સકંપપ્રવૃત્તિ અને નિવૃત્તિ હોય છે. વળી, સામાન્યથી પ્રવૃત્તિ પ્રત્યે જ્ઞાન કારણ હોય છે. એટલે પ્રસ્તુતમાં પ્રવૃત્તિ જો ત્રણ પ્રકારની છે તો એના કારણભૂત જ્ઞાન પણ અલગ-અલગ ત્રણ પ્રકારનું છે, ને તેથી એના કારણભૂત ક્ષયોપશમ.... ને ક્ષયોપશમના કારણભૂત આવરણકર્મ પણ અજ્ઞાનાવરણકર્મ વગેરે ત્રણરૂપે માનવું જોઈએ, કારણકે કાર્યસ્વભાવભેદે કારણસ્વભાવ ભેદ માનવો આવશ્યક હોય છે. એટલે કે કાર્ય જો અલગ સ્વભાવનું = અલગ પ્રકારનું છે તો એનું કારણ પણ અલગ પ્રકારનું હોવું જ જોઈએ. માટે જ્ઞાનના ત્રણ ભેદ માનવા જરૂરી છે.
આ ત્રણ જ્ઞાનમાંથી ત્રીજા તત્ત્વસંવેદનજ્ઞાનનો સંસ્કારરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org