________________
બત્રીશી-૬, લેખાંક-૩૨
૩૪૩
સંબંધ થાય ત્યારે સાધુ પૂર્ણતાને પામે છે, એટલે કે સાધુસામગ્ય થાય છે. પણ જો તત્ત્વસંવેદન હોવા છતાં એના સંસ્કાર ઊભા થયા ન હોય તો બે પરિસ્થિતિ નિર્માણ થાય છે. સંસ્કાર ન હોવા છતાં શક્તિ હોય ફરીથી યોગ થવાની યોગ્યતા જળવાઈ રહેલી હોય તો શંકાકાંક્ષા વગેરેથી આકર્ષગામી થાય, એટલે કે સાધુસામગ્યને પામેગુમાવે. પામે-ગુમાવે. એવું થયા કરે. પણ જો એનો પુનઃ યોગ થવાની શક્તિ જ ન જળવાઈ રહે તો એ સાધુનું અવશ્ય પતન થાય છે, એમાં કોઈ સંદેહ નથી. બહારથી વેશ વગેરે રહેવા છતાં અંદરથી તત્ત્વસંવેદનના સર્વથા અભાવમાં સાધુતા જળવાઈ રહેતી નથી.
=
પ્રશ્ન :
આ તત્ત્વસંવેદન જ્ઞાનનો સંસ્કારરૂપ સંબંધ એટલે શું ? ઉત્તર : તત્ત્વસંવેદનમાં બે બાબતો છે-તત્ત્વનો બોધ (= હેયઉપાદેયનો યથાર્થ વિવેક કરી આપતો બોધ) ને એ બોધને અનુરૂપ નિવૃત્તિ-પ્રવૃત્તિ. આમાંથી, તત્ત્વબોધના સંસ્કાર એટલે, (૧) કોઈપણ સર્વજ્ઞોક્ત સૂક્ષ્મ બાબતો પોતાની બુદ્ધિમાં ન બેસે કે (૨) કોઈ પણ બાબત અંગે અન્યાન્ય શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન પ્રકારનું નિરૂપણ મળે કે (૩) કોઈ બાબતમાં શાસ્ત્રીય નિરૂપણ કરતાં પોતાના અનુભવ અલગ પડે.. આવા બધા પ્રસંગોએ સર્વજ્ઞવચનોમાં શંકા પડવાની સંભાવના પણ ન રહે... મારો ક્ષયોપશમ મન્દ છે. માટે મને બેસતું નથી. (૪) રાગ-દ્વેષ અને અજ્ઞાન... અસત્યવચનના આ ત્રણ કારણો છે. જેમણે આ ત્રણ કારણો દૂર કરી નાખ્યા છે એમના વચનોમાં અસત્યપણું હોય નહીં-તમેવ સર્જા નિસ્સું નં નિળેહિં પવેશ્ય ...વગેરે વિચારણાઓથી, તેમજ સન્મતિતર્ક વગેરે દર્શનગ્રન્થો, છેદગ્રન્થો, વિપુલ કર્મસાહિત્ય વગેરેના સહૃદયતાથી કરેલા એવા અધ્યયનાદિ કે જેના દ્વારા દિલમાંથી અવાજ ઊઠવા માંડે કે સર્વજ્ઞ સિવાય આવું નિરૂપણ કોઈ કરી શકે નહીં... આવા અધ્યયનાદિથી એવો ક્ષયોપશમ પ્રગટવો કે જેથી અન્યને જ્યાં શંકા પડવાની કે વિપરીત બોધ થવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org