________________
બત્રીશી-૫, લેખાંક-૩૦
૩૨૩
કાયયોગપ્રÜના, વાગ્યોગપ્રધાના અને મનોયોગપ્રધાના. શુદ્ધિચિત્ત એટલે કોઈ પણ દોષ લાગી ન જાય... શુદ્ધિ જળવાઈ રહે એવો અભિપ્રાય. શરીરથી કોઈ દોષ ન લાગી જાય એવી કાળજી હોય તો
એ પૂજા કાયયોગપ્રધાના જાણવી. આ જ પ્રમાણે વાગ્યોગપ્રધાના અને મનોયોગપ્રધાના પૂજા અંગે જાણવું. અથવા કાયયોગાદિની જે કાયાદિના દોષોના પરિહારરૂપ શુદ્ધિ, તેનાથી પ્રાપ્ત કરેલા ધનથી થયેલી પૂજા અતિચારશૂન્ય છે. આ ત્રણ પૂજા યથાક્રમે વિઘ્નશાંતિ કરનારી, અભ્યુદય સાધનારી અને મોક્ષ આપનારી હોય છે. ષોડશક (૯/૯-૧૦)માં કહ્યું છે કે “અન્ય શાસ્ત્રજ્ઞ આચાર્યો કહે છે કે પૂજા કાયયોગપ્રધાના, વાગ્યોગપ્રધાના અને મનોયોગપ્રધાના એમ ત્રણ પ્રકારે છે. અનુક્રમે કાયા વગેરેની શુદ્ધિથી પ્રાપ્ત કરેલા ધનથી જે તેની શુદ્ધિમાં અતિચાર ન લાગે એ રીતે કરવામાં આવે છે તે કાયયોગપ્રધાના વગેરે રૂપ થાય છે. આમાંથી કાયયોગપ્રધાના પૂજા વિઘ્નોપશમની હોય છે, વચનયોગપ્રધાના પૂજા અભ્યુદયસાધિકા હોય છે અને ત્રીજી નિર્વાણપ્રદા હોય છે.
કાયયોગપ્રધાના પૂજામાં શ્રેષ્ઠ પુષ્પ-માળાઓને સ્વયં બિંબ પર ચઢાવે છે. વચનયોગપ્રધાના પૂજામાં શ્રેષ્ઠ પુષ્પાદિને અન્યક્ષેત્રમાંથી બીજા પાસે વચન દ્વારા મંગાવે છે. (ષોડ ૯/૧૧)માં કહ્યું છે કે “તદ્દાતા = પૂજક પ્રથમપૂજામાં હંમેશા શ્રેષ્ઠપુષ્પ વગેરે સ્વયં ચઢાવે છે. બીજી પૂજામાં વચનથી કહીને અન્યક્ષેત્રમાંથી બીજા પાસે મંગાવે પણ છે.’ મનોયોગપ્રધાના અન્ત્યપૂજામાં ત્રણે લોકમાં સર્વ સુંદ૨ એવા પારિજાત વગેરે પુષ્પોને નંદનવન વગેરેમાંથી મનથી લાવી બિંબ પર ચઢાવે છે. (જો. ૯/૧૨)માં કહ્યું છે કે ત્રૈલોક્યસુંદર પુષ્પોને મનથી જે સંપાદિત કરે છે તે ચરમપૂજામાં ચઢાવે છે. એટલે કે નંદનવન વગેરેમાં રહેલા સુંદર-સુગંધી પુષ્પો પોતે લાવ્યો છે ને પ્રભુજીને ચઢાવી રહ્યો છે... આવી કલ્પનાઓ કરવી એ મનોયોગપ્રધાના પૂજા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org