________________
૩૮ર
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે મેળવી શકાય છે. પણ કામ એટલેથી પણ પતતું તો નથી જ. કારણકે છદ્મસ્થતા અને વિચિત્ર કર્મોદય ક્યારેક અસાવધતા લાવી શકે છે. એ સંભાવના જ ઊભી ન રહે એ માટે અંતઃકરણમાંથી વાસનાના સંસ્કારોને જ નિર્મૂળ કરવા જોઈએ. એ માટે અનિત્ય-અશુચિ-આશ્રવ વગેરે ભાવનાઓને વારંવાર ભાવવી જોઈએ. જ્ઞાનીઓએ દર્શાવેલી મૈથુનની સાવઘતા ને કટુ વિપાકિતા પુનઃપુનઃ વિચારવી જોઈએ. અપાયોનું વારંવાર ચિંતન જ આકર્ષણને તોડી શકે છે. (આની વિશદસમજણ માટે મારાં સિદ્ધિનાં સોપાન, ટાળિયે દોષ સંતાપ રે. પુસ્તકો અવગાહવાની ભલામણ છે.)
બ્રહ્મચર્ય સ્વીકાર્યા પછી પણ જે આ રીતે આકર્ષણને તોડતા નથી.. ને નવવાડના પાલનરૂપ સાવધાનીને જાળવવામાં ઉપેક્ષા કરે છે એને કદાચિત્ વિષમ નિમિત્ત મળતાં વાસના ઉછળી પડે એ સંભવિત છે. પણ એમાં વાંક એના બ્રહ્મચર્યપાલનનો નથી હોતો, કિન્તુ આકર્ષણને ન તોડવાના કારણે વાસનાની જે અકબંધતા જળવાઈ રહે છે તેનો અને અસાવધાનીનો હોય છે.
શંકા - જેઓ આ રીતે આકર્ષણ તોડવું વગેરે કરતા નથી, એના માટે તો વાસના ઉછળી ન પડે એ માટે, બ્રહ્મચર્યપાલન નહીં, કિન્તુ મૈથુનસેવન જ સારું છે ને ?
સમાધાન - ઔષધસેવન કરવા છતાં, અનુપાન ન લેવાના કારણે લાભ ન થતો હોય એવા દર્દીને, હિતસ્વી પુરુષ ક્યારેય એમ ન કહે કે “એના કરતાં તું ઔષધસેવન છોડી દે..” પરંતુ એમ જ કહે કે “ઔષધ સેવનની સાથે અનુપાન પણ લેતો જ રહે ને !! કારણકે ઔષધ છોડી દેવામાં તો રોગ વધતો જ જવાનો છે. એમ બ્રહ્મચર્યપાલન છોડી દેવામાં તો વાસનાનો રોગ વધતો જ જવાનો છે.
શંકા - છતાં, અંદર વાસનાના કીડા સળવળ્યા કરતા હોય...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org