________________
બત્રીશી-૭, લેખાંક-૩૬
૩૮૩ ને બહારથી બ્રહ્મચર્ય પાલન કરવાનું હોય.. એ તો એક પ્રકારનું દમન છે. ઈન્દ્રિયો વિવેકથી પાછી ફરે એ બરાબર, આવા દમનનો શો મતલબ ? ઇન્દ્રિયો પર દમનનો કોરડો તો ન જ વીંઝવો જોઈએ. એના કરતાં એને મનપસંદ વિષય આપીને શાંત કરી દેવી જોઈએ.
સમાધાન - આવી દલીલ કરનારા તમારી પત્ની પ્રત્યે કોઈક પરપુરુષને વાસના જાગ્રત થઈ ગઈ છે. તો એ પુરુષે શું કરવું જોઈએ? ઇન્દ્રિયને મનપસંદ વિષય આપી દેવો જોઈએ કે ઇન્દ્રિયનું દમન કરવું જોઈએ ?
શંકા - દમન કરવું જોઈએ... છતાં, એ ખરેખર દમનરૂપ રહેવાનું નથી, કારણ કે સ્વસ્ત્રી સાથે મૈથુનસેવન કરીને એ પોતાની ઈન્દ્રિયને શાંત કરી શકે છે. બ્રહ્મચર્ય પાળનારને આવી શક્યતા જ નથી.
સમાધાન - જ્યારે પરસ્ત્રી તરફ મન ખેંચાયેલું હોય છે ત્યારે સ્વસ્ત્રી સાથેના વિલાસ પણ ઇન્દ્રિયના તોફાનોને શાંત કરી શકતા નથી જ. મારી નાખવા સુધીની ધમકી મળી હોવા છતાં કે ભયંકર રીતે બેઆબરૂ થવા છતાં મન પરસ્ત્રીમાં ખેંચાયા કરતું હોય એવા હજારો કિસ્સા દેશ ને દુનિયામાં બન્યા જ કરતા હોય છે. એ બધાએ પોતાની વાસનાનું દામન કરવું જોઈએ કે ઇચ્છિત વિષયમાં ઈન્દ્રિયને રમાડવી જોઈએ? આજના ભોગપ્રચુરકાળમાં, રસ્તે જતા આવતા જેટલી થોડી પણ રૂપાળી-યુવતીઓ જોવા મળે છે એ બધી પ્રત્યે મોટાભાગના પુરુષોને આકર્ષણ જાગતું જ હોય છે. મિઠાઈની દુકાન જોઈને જીભમાં પાણી છૂટે છે. કોઈની અત્તરની શીશી જોઈને અત્તર છાંટવાનું મન થઈ જાય છે. આવું બધું ડગલે ને પગલે થાય છે. માનવીએ શું કરવું જોઈએ ? “ઇન્દ્રિયનું દમન નહીં કરવું? આવો સિદ્ધાન્ત અપનાવવામાં આવે તો સમાજની શું દશા થાય? એકબાજુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org