________________
૪૧૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પિતાઓના સંતાનોમાં આવો ભાવ પેદા ન થવામાં એક પ્રબળ કારણ બને છે આજનું એજ્યુકેશન. સ્કુલ, કોલેજ કે ટ્યુશનક્લાસના સમય એવા હોય કે સંતાનને પૂજા કરવા ન જવાનું બહાનું મળી જ રહે. સમજણની ઉંમરના પ-૭-૧૦ વર્ષ આ રીતે પૂજા વિના રહેલ વ્યક્તિ પછીથી એ ભાવ પેદા કરે એવી શક્યતા બહુ જૂજ હોય છે. એટલે જેઓને સંતાનના આત્માની પણ ચિંતા હોય તે મા-બાપોએ સંતાન રોજ પૂજા કરી શકે એ રીતે જ બધું ગોઠવવું જોઈએ. છેવટે બાર-સાડાબારએક વાગ્યે સ્કૂલેથી આવે પછી પણ “સૌપ્રથમ પૂજા કરી આવએ રીતે પૂજા કરવા મોકલીને આવો દૃઢભાવ પેદા કરવો જ જોઈએ.)
બાકી સ્થાનકવાસીઓ ! હિંસાના નામ પર જ જો પ્રભુપૂજાનો વિરોધ કરશો તો હિંસા તો બધા કાર્યોમાં છે, ચાહે સ્થાનકનું નિર્માણ હોય, સાધર્મિક ભક્તિ હોય કે સંઘનું સંમેલન હોય... તો આ બધાનો વિરોધ શા માટે નથી કરતા ?
સ્થા-આ બધું તો આવશ્યક છે, માટે એમાં હિંસા પણ અપરિહાર્ય છે. જ્યારે પ્રભુપૂજા કાંઈ આવશ્યક નથી. માત્ર સ્તુતિભજનથી પણ ભક્તિભાવ પેદા થઈ શકે છે.
મૂર્તિ - એમ તો માત્ર પુસ્તકોથી પણ બોધ મળી શકે છે. ઘરમાં સામાયિક થઈ શકે છે. તો સ્થાનકનું નિર્માણ પણ અનાવશ્યક બની રહેશે અને એની હિંસા પણ અનાવશ્યક બની રહેશે.
સ્થા. - નહીં, કારણકે ઘણીવાર પુસ્તકોથી જે બોધ નથી મળતો તે સાક્ષાત્ પ્રવચનના શ્રવણથી મળે છે. માટે સ્થાનકનું નિર્માણ આવશ્યક છે.
મૂર્તિ - તો ઘણીવાર સ્તુતિ-ભજનથી જે ભાવો નથી જાગતા તે પ્રતિમાની વિવિધ પ્રકારની પૂજા, સંગીત-નૃત્ય- તાળીઓ પાડવીજયજયકાર કરવો- નારા લગાડવા વગેરેથી ઉત્પન્ન થાય છે. માટે આ બધું પણ આવશ્યક છે. વળી, આ પણ વિચારો કે સ્થાનક જરૂરી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org