________________
લેખાંક
સ્થાનકવાસી બંધુઓ હિંસાને આગળ કરીને જિનપૂજાનો નિષેધ કરે છે. પણ એ રીતે તો ગુરુવંદન કરવા જવું વગેરે બધાં અનુષ્ઠોનો
બંધ કરી દેવા પડે, કારણ કે દરેક અનુષ્ઠાનોમાં ક્યાંક ને કયાંક તો હિંસાની શક્યતા હોય જ છે. એટલે થોડી હિંસા હોવા છતાં, થનારો લાભ વધારે હોવાથી જેમ ગુરુવંદન આદિ માન્ય છે એમ પ્રભુપૂજા પણ માન્ય કરવી જ જોઈએ. એમ આપણે એમને સમજાવી રહ્યા છીએ.
સમજવા જેવું આ છે કે એક બાજુ હિંસાનો દોષ છે. બીજી બાજુ ઉપાસ્યની ઉપાસના છે. તો જ્ઞાનીઓ ઉપાસ્યની ઉપાસનાને જ ખૂબ મોટો ગુણ કહે છે... લાભકારી કહે છે. માટે હિંસા હોવા છતાં પ્રભુપૂજા લાભકારી- લાભકારી ને લાભકારી જ છે. તથા, ઉપાસનાનું વધારે મહત્ત્વ હોવાથી, હિંસા દોષ કરતાં પણ ઉપાસ્યની આશાતના એ વધારે મોટો દોષ છે. એટલે જ ઘોર આશાતનાકારીઓને અનંત સંસારનો દોષ જ્ઞાનીઓ બતાવે છે. તેથી, મૂર્તિપૂજાનો નિષેધ કરવો... એની બાધા આપવી. લેવી... પાળવી... આ બધું જ ઉપાસ્યની આશાતનારૂપ હોવાથી બહુ મોટા દોષરૂપ છે. એની સામે પ્રભુપૂજાનો ઉપદેશ આપવો વગેરે એ મોટા લાભનું કારણ છે.
(અહીં પણ સમજવા જેવું છે કે-જેમ અરિહંત પ્રભુ ઉપાસ્ય છે એમ જ આચાર્ય-ઉપાધ્યાય અને સાધુભગવંતો- ટૂંકમાં મહાત્માઓ પણ ઉપાય છે જ, કારણ કે પાંચ પરમેષ્ઠી ઉપાસ્ય છે. તે પણ એટલા માટે કે જેમ શ્રી અરિહંતને કરેલ નમસ્કાર સર્વપાપોનો નાશક છે એમ આચાર્યાદિને કરેલ નમસ્કાર પણ સમાન રીતે સર્વ પાપોનો નાશક છે. એટલે જેમ, અરિહંત પ્રભુની પૂજાનો નિષેધ એ મોટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org