________________
બત્રીશી-૭, લેખાંક-૩૮
૪૦૩
પણ એ બાહ્ય સદાચારથી પ્રકટ થયો ન હોવાથી હેતુશુદ્ધ હોતો નથી. વળી બાહ્ય અસદાચારોમાં પ્રવર્તતા રહેવાથી તેઓનો એ શુદ્ધ ભાવ ટકી શકતો નથી. તેથી તેઓનો નિશ્ચય અનુબંધશુદ્ધ પણ હોતો નથી. તેથી પરિણામે તેઓ પ્રાપ્ત થયેલ સ્વરૂપ શુદ્ધ નિશ્ચયને પણ ગુમાવે છે.)
કહ્યું છે કે “નિશ્ચયમાત્રનું આલંબન લેનારા કેટલાક નિશ્ચયપ્રેમીઓ વાસ્તવમાં નિશ્ચયને જાણતા જ નથી. બાહ્ય સદાચારોને સેવવામાં આળસુ બનેલા તેઓ ચરણ સિત્તરી અને કરણસિત્તરીનો નાશ કરે છે, એટલે કે પ્રાપ્ત થયેલ ચારિત્રથી ભ્રષ્ટ થાય છે.” આમ એકલા નિશ્ચયને પકડવાથી વસ્તુતઃ તો નિશ્ચયથી પણ ભ્રષ્ટ જ થવું પડે છે. તેથી મુમુક્ષુએ પરિશુદ્ધ બાહ્ય જયણા રૂપ સદાચાર તેમજ શુદ્ધ પરિણામરૂપ ભાવ આ બંને દ્વારા આવ્યંતર માર્ગે ચાલવું જોઈએ. કારણકે આ રીતે ચાલવાથી જ નિશ્ચય-વ્યવહાર ઉભય માન્ય (અને તેથી સિદ્ધાન્તમાન્ય) વિશેષપ્રકારની દયા સિદ્ધ થાય છે. આ મુમુક્ષુ પ્રત્યેનો ઉપદેશ છે. ધર્મ વ્યવસ્થા બત્રીશીનો ઉપસંહાર-લોકને જાણીને અને લોકસંજ્ઞાને દૂર કરીને, ઉપર કહી ગયા મુજબની વ્યવસ્થાવાળો ધર્મ પ્રાપ્ત થાય છે જે ધર્મ પરમાનંદ મોક્ષરૂપી કંદની ઉત્પત્તિભૂમિ છે.
લોક સ્વઇચ્છા મુજબ કલ્પી કાઢેલા આચારોને પાળવામાં તત્પર હોય છે. આ જાણીએ એટલે લોક સંજ્ઞાનો ત્યાગ થાય છે. જાતને ધર્મી તરીકે ઓળખાવનારા પણ ઘણા લોકો માંસભક્ષણ કરે છે, વેદોક્ત માંસભક્ષણને નિર્દોષ માને છે. મદ્યપાનને નિર્દોષ માને છે, પુત્ર પ્રાપ્તિ માટે મૈથુનસેવનને ધર્મ તરીકે આચરે છે, દરેક સ્ત્રી પ્રત્યે સમભાવ રાખી દરેકને ગમ્ય માને છે, તપને દુઃખરૂપ માની એનાથી દૂર રહે છે, લૌકિક દયાને પાળે છે, માટે અમારે પણ આવું બધું આચરવું-માનવું જોઈએ આવો અભિપ્રાય એ લોકસંજ્ઞા છે. સ્વઇચ્છાનુસારે કલ્પી કાઢેલા આચારોથી કાંઈ મુમુક્ષુને ઇષ્ટ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. કિન્તુ જ્ઞાનીપુરુષોએ કહેલા યુક્તિસંગત આચારોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org