________________
----
-
--
-
--------
-
-----
-
૪૦૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે એ પ્રાપ્તિ થાય છે. માટે “ઘણા લોકો કરે છે એટલે હું પણ કરું' એવી લોકસંજ્ઞા ત્યાજ્ય છે. એનો ત્યાગ થવાથી ઉપર કહ્યા મુજબની માંસભક્ષણ ત્યાગ વગેરે વ્યવસ્થાવાળો પ્રમાણસિદ્ધ ધર્મ પ્રાપ્ત થાય છે જે પરમાનંદ મોક્ષના ઉત્પત્તિસ્થાનરૂપ હોઈ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.
જેમ શરીરના આરોગ્ય માટે લોકને અનુસરતું નથી, પણ રોગ- દવા- આરોગ્ય વગેરેના જાણકાર વૈદને અનુસરાય છે. લોકને અનુસરવામાં તો ક્યારેક ઊંટવૈદું થઈ જાય ને તેથી મોટું નુકશાન થવાની પણ સંભાવના પેદા થાય છે, એમ પ્રસ્તુતમાં જાણવું જોઈએ.
શંકા - છતાં, કેટલીય વાર વૈદની સલાહ લેવામાં નથી આવતી. અને સામાન્ય રોગોમાં ઘરગથ્થુ ઉપાય અજમાવવામાં આવે છે કે ડોશીવૈદું કરવામાં આવે છે, ને એનાથી કોઈપણ બીજા નુકશાન વિના સારું પણ થઈ જાય છે. ઊલટું એવે વખતે આજકાલના ટૅક્ટરોને બતાવવામાં આવે તો ક્યારેક દવાનું ભારે રીએક્શન વગેરે આવવાની સંભાવના હોય છે. તેથી લોકસંજ્ઞા પણ હિતકર બની શકે છે ને !
સમાધાન - આ શંકા બરાબર નથી. તાવ વગેરે જેવા સામાન્ય રોગો, વડીલો વગેરે પાસેથી જાણવા મળેલ ઘરગથ્થુ વસ્તુનો દવા તરીકે ઉપયોગ કરવો, કોઈપણ આડઅસર વિના સરળતાથી રોગ મટી જવો... આ બધું આપણા અનુભવમાં આવે છે. આવા વારંવારના અનુભવથી કોઈ વૃદ્ધા માજી જાણકાર બની ગયા હોય તો એમના માર્ગદર્શનથી આવા સામાન્ય રોગો- લોકમાં વારે તહેવારે થયા કરતાં રોગો મટી જાય એ શક્ય છે. પણ આવી બાબતમાં એ માજી વગેરે વારંવારના અનુભવના કારણે જાણકાર જ બની ગયા હોય છે. એટલે જ જે તે વ્યક્તિએ કહેલ નુસખા નથી કરાતા, પણ અનુભવી-જાણકારના કરેલા નુસખા જ અજમાવાય છે.
પણ આત્મા તો અતીન્દ્રિય છે, એને વળગેલા રોગ- એને દૂર કરવાના ઉપાયરૂપી ઔષધ વગેરે અંગે જ્ઞાનીઓ જ શરણભૂત રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org