________________
૪૦૫
બત્રીશી-૭, લેખાંક-૩૮ છે. કારણકે ઘણીવાર આ રોગ અનાદિકાલીન હોવાથી આખો ભવ પૂરો થવા છતાં ન મટે એવી પણ શક્યતા હોય છે. એટલે રોગઔષધ પ્રયોગનો વારંવાર અનુભવ વગેરે શક્ય નથી, ને એ રીતે વારંવાર પ્રયોગ-પરિણામ દ્વારા અનુભવ મેળવીને જાણકાર બની શકાતું નથી. એ માટે તો અતીન્દ્રિયજ્ઞાનીનાં વચનોનો જ સહારો જોઈએ. એ વિના, લૌકિક દૃષ્ટિએ ગમે તેવો પ્રખર પંડિત હોય તો પણ એનું માર્ગદર્શન આત્માની બાબતમાં ઉપયોગી બની શકતું નથી. એમના કથનને અનુસરવાનો અભિપ્રાય, એ પણ લોકસંજ્ઞા જ બની રહે છે. એટલે આવા પંડિતોનું-પ્રોફેસરોનું જે-લગ્ન માટે કુલ-ગોત્ર વગેરે કશું જોવાની જરૂર નહીં-આંતર્જાતીય ગમે તેની સાથે લગ્ન કરી શકાય, ધંધા માટે કશું નિન્દ-અનિન્ય છે નહીં જેનાથી સારી કમાણી થાય એ ધંધો કરી શકાય, દેરાસર-ઉપાશ્રયની નજીક- સાધર્મિકોની વચમાં જ આપણું નિવાસસ્થાન જોઈએ એવું કશું નહીં-વધુ ને વધુ સુવિધાયુક્ત- વિશાળ- સસ્તું મકાન જ્યાં મળે ત્યાં રહી શકાય- પછી બાજુમાં ભલે ને ગમે તે રહેનારા હોય- માંસાહારી પડોશ હોય-વાંધો નહીં. વગેરે વગેરે માર્ગદર્શન છે, ને જે આજે સમાજમાં રૂઢ બનતું જાય છે, એને સ્વીકારવું એ પણ લોકસંજ્ઞા છે.
ને એનું કટુ પરિણામ જુઓ... જીવ સમ્યગૃષ્ટિપણું તો નહીં, માર્ગાનુસારીપણું પણ જાળવી શકતો નથી, કારણ કે જ્ઞાનીઓએ તો માર્ગાનુસારીપણાં માટે પણ ઉચિત ઘર- ઉચિત વિવાહ-ઉચિત ધંધો (ન્યાય સંપન્ન વૈભવ) વગેરેનું માર્ગદર્શન આપ્યું છે જેની આમાં ધરાર ઉપેક્ષા છે. એટલે, હવે પૈસા વધ્યા.. ગામથી જ નહીં, દેરાસરઉપાશ્રય અને સંઘથી દૂર –ગામની બહાર મોટો બંગલો બાંધીને રહો.... આવું કરનારને માર્ગાનુસારીપણું જાળવી રાખવું પણ અતિ મુશ્કેલ છે. ક્યાં વસવું ? એ માટે જગ્યાની વિશાળતા વિવિધ સુવિધાઓ-આકર્ષક દેખાવ વગેરે કરતાં દેરાસર- ઉપાશ્રય- સંઘની આસપાસ રહેવાને જે મહત્ત્વ આપે છે તેને માર્ગાનુસારીપણું જ નહીં, એનાથી આગળની સમ્યગ્દષ્ટિપણું વગેરે અવસ્થાઓ પણ સુલભ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org