SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૫ બત્રીશી-૭, લેખાંક-૩૯ - જ્યારે બકરો પંચેન્દ્રિય છે. એ ભયભીત થાય છે. મોતની કલ્પના એને આવી શકે છે ને એનાથી એ અત્યંત વ્યથિત થાય છે. તેથી ભાગવા માટે મરણિયા પ્રયાસ કરે છે. હત્યારાનો પ્રતિકાર કરે છે. ચીસો પાડે છે. કરુણ આક્રંદન કરે છે. લોહીની ધારાઓ વહે છે. આ બધું દેખ્યા પછી એની હિંસા ક્રૂરતા વિના સંભવિત નથી, એટલે જ જે ક્રૂર નથી બની શક્તા એવા સજ્જનના હાથમાં છરો પકડાવ્યો હોય તો પણ એ બકરાને મારી શકતો નથી. આ દુનિયામાં પણ જુઓ- જળ-ઘાસ વગેરે પર જ જીવનારા ગાય-બળદ વગેરે પ્રાણી ક્રૂર કહેવાતા નથી. અને માત્ર એ જીવોની હિંસાના કારણે નરકમાં જતા નથી. (બીજું કોઈ પાપ હોય તો વાત જુદી.) જ્યારે હરણ- બકરા વગેરેનો શિકાર કરનાર સિંહ-વાઘ વગેરે પ્રાણી ક્રૂર-હિંસક કહેવાય છે અને આ હિંસાના કારણે ઘણું ખરું નરકમાં જાય છે. મનુષ્યોમાં પણ બકરાની કતલ કરનારા જેટલા ક્રૂર-કઠોર હોય છે એટલા જળ-ફુલની હિંસા કરનારા ક્યારેય નથી હોતા આ વાત બધા જાણે છે ને માને છે. વળી ઊલટું પણ જુઓ-જળપુષ્પની હિંસા કરનારા મૂર્તિપૂજક શ્રાવકો કરતાં પૂજા ન કરવાવાળા સ્થાનકવાસી બંધુઓ વધારે દયાળુ હોય છે એવો પણ કોઈ નિયમ જોવા મળતો નથી. સીધીવાત છે. જ્યાં ક્રોડનો હિસાબ નહીં ત્યાં પાઈની તો વાત ક્યાં ? બધા ગૃહસ્થો પોતાના સાંસારિક પ્રયોજનો માટે એકેન્દ્રિયજીવોની એટલી હિંસા કરે છે કે પૂજા માટે થતી હિંસા એની સામે કાંઈ જ નથી. એનાથી એના દયાના કોમળ પરિણામો પર કોઈ અસર થતી નથી. ઊલ્ટે પૂજા માટે સ્નાનાદિ કરવામાં શાસ્ત્રોક્ત જયણાના પાલનની ઈચ્છા અને પ્રયતના પ્રભાવે દયાના પરિણામ જાગૃત થવાની સંભાવના વધારે છે. આ અંગેની વધુ વાતો આગામી લેખમાં જોઈશું... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004975
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy