________________
બત્રીશી-૬, લેખાંક-૩૩
૩૪૯
અષ્ટક (૫/૨)માં કહ્યું છે કે-જે સાધુ ધ્યાનાદિથી યુક્ત છે, ગુર્વાશામાં રહ્યો છે તેમજ સદાઅનારંભી છે તેની ભિક્ષા સર્વસંપત્કરી છે. આના ૫૨ વિચાર કરતાં જણાય છે કે આમાં ગુર્વાશામાં રહેવું-સદાઅનારંભિતા વગેરે જે શરતો દર્શાવેલી છે તે કદાચ સાક્ષાત્ ન હોય છતાં ફળતઃ જો હોય તો એ પણ ચાલે, નહીંતર વિશેષ સાધના માટે ગચ્છ છોડીને નીકળી ગયેલા જિનકલ્પી મુનિ વગેરેની ભિક્ષા પણ સર્વસંપત્કરી નહીં બને, કારણકે એ કાળે ગુરુથી અલગ વિચરતા હોવાથી તેઓ સાક્ષાત્ તો ગુર્વાશામાં રહ્યા હોતા નથી. છતાં, ગુર્વાશામાં ૨હેવાથી જે ફળ (લાભ) મળે એ જો મળી જતું હોય તો ફળતઃ ગુર્વાશામાં રહ્યા છે એમ કહેવાય છે. ગુરુ હિતશિક્ષા વગેરે સ્વરૂપ આજ્ઞા દ્વારા શિષ્યને હિતકરપ્રવૃત્તિમાં જોડે છે ને અહિતકરપ્રવૃત્તિથી વારે છે. ગીતાર્થગુરુની નિશ્રામાં રહેવાનું આ હિતમાં પ્રવૃત્તિ ને અહિતથી નિવૃત્તિ એ મુખ્યફળ છે. જિનકલ્પિક મુનિઓ ગુરુગચ્છનો ત્યાગ કરી એકાકી બનવા છતાં પોતાના જ્ઞાન-જાગૃતિ દ્વારા હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ કરતાં જ હોય છે. તેથી ગુર્વાશામાં રહેવાનું ફળ પામી જતા હોવાથી ફળતઃ ગુર્વાશામાં રહ્યા હોવા કહેવાય છે. કેવી સુંદર વાત છે. જેઓને જ્ઞાન નથી એવા અગીતાર્થોને ગીતાર્થનિશ્રાદ્વારા = ગુર્વાજ્ઞામાં રહેવા દ્વારા જ્ઞાનનું ફળ મળી જાય છે (હિતપ્રવૃત્તિ-અહિતનિવૃત્તિસ્વરૂપ જ્ઞાનનું ફળ મળી જાય છે.)ને તેથી તેઓને ફળતઃ જ્ઞાન હોવું કહેવાય છે. અને જેઓને વ્યવહારથી ગુર્વાજ્ઞામાં રહેવાપણું નથી તેવા જિનકલ્પિક વગેરેને જ્ઞાનદ્વા૨ા ફળતઃ ગુર્વાજ્ઞામાં રહેવાપણું કહેવાય છે. ધન્ય છે શ્રી જિનશાસન !
આમ સર્વસંપત્કરી ભિક્ષા માટે કહેલી એક શરત ગુર્વાશામાં રહેવાપણું... એ જો કે ફળતઃ હોય તો પણ ચાલે છે તો બીજી શરત સદા અનારંભિતા જે છે તે પણ ફળતઃ હોય તો ચાલે. ને ફળતઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org