SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે જિનપ્રતિમાનો ઉલ્લેખ છે. આ મૂર્તિને નંદરાજા મગધદેશમાં લઈ ગયા હતા. અને મહારાજા ખારવેલે એ પાછી મેળવીને કલિંગમાં પુનઃ પ્રતિષ્ઠા કરાવી હતી. એટલે એ સમયમાં પણ મંદિર-મૂર્તિ પૂજા હતા એ સ્પષ્ટ છે. એ સમય શ્રી વીરપ્રભુની પછી બીજી સદીનો હતો. જો મૂર્તિપૂજા શાસ્ત્રવિરુદ્ધ હોત તો એ વખતે વિદ્યમાન ૧૪ પૂર્વધર વગેરે મહાત્માઓએ આનો જબરદસ્ત વિરોધ કર્યો હોત. એ પછી પણ હજારો ગીતાર્થ મહાત્માઓ થયા છે, જેમના શાસ્ત્રવચનોના આધારે શાસન કર્યું છે, એમાંથી કોઈએ પણ ક્યારેય પણ મંદિરમૂર્તિપૂજાનો વિરોધ કર્યો નથી. સ્થા. - એ સંભવિત છે ને કે પૂર્વાચાર્યોને એનો કદાગ્રહ પકડાઈ ગયો હોય ને તેથી તેનો વિરોધ ન કર્યો હોય. મૂર્તિ. - ૨૦૦૦-૨૫૦૦ વર્ષમાં થયેલા બધા આચાર્યો કદાગ્રહી હતા, કોઈ પાપભીરુ નહોતા અને ૪૦૦-૫૦૦ વર્ષ પૂર્વે થયેલા સંત જ નિષ્પક્ષ-પાપભીરુ હતા. આવું માનવું એ બહુ મોટી મૂઢતા-સાંપ્રદાયિક કદાગ્રહ સિવાય બીજું શું હોય શકે ? આ તો બધા જાણે જ છે કે જૈનશાસનમાં મૂર્તિપૂજાનો વિરોધ છેલ્લા ૫00 વર્ષમાં જ થયો છે. એટલે જ એ લોકો પાસે નથી કોઈ પ્રાચીન શાસ્ત્ર કે નથી કોઈ ઇતિહાસ. (આજે તપાગચ્છમાં સેંકડો ગીતાર્થ મહાત્માઓ છે એમાં કોઈ નિષ્પક્ષ- પાપભીરુ નથી... અને અમારા ગુરુ જ પાપભીરુ-બહુશ્રુત છે આવું માનવું એ પણ સાંપ્રદાયિક મૂઢતા સિવાય બીજું શું હોય શકે ?). આમ લૌકિક દયાના અધિકારમાં સપ્રસંગ સ્થાનકવાસીની કેટલીક વાતો જોઈ. હવે આગામી લેખથી આઠમી વાદદ્ધાત્રિશિકાનો વિચાર કરીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004975
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy