________________
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રશમાદિગુણોથી યુક્ત હોય છે, સર્વ સુખોના નિમિત્તભૂત હોય છે ને છેવટે સિદ્ધિસુખને લાવી આપનારું હોય છે.
ગુણવાનું ગુરુના બહુમાનના બદલે જે નિંદા વગેરે કરે છે તે પ્રવચનની ઉન્નતિના બદલે અવનતિ કરે છે. કારણકે ગુણવાન્ગુરુની નિંદા વગેરે જોઈને લોકો “આ જૈનધર્મ કેવો છે ? કે જ્યાં ગુણવાનૂની પણ નિંદા-અવજ્ઞા વગેરે થાય છે' ઇત્યાદિરૂપે પ્રવચનની નિંદા કરે છે જે પ્રવચનની મલિનતા-હીનતારૂપ છે. આ રીતે હીલનામાં અનાભોગથી પણ પ્રવર્તનારાને એ જ વખતે મિથ્યાત્વનો ઉદય થાય છે, તેમજ બીજાને દુર્લભબોધિ બનાવનાર હોવાથી પણ એ મિથ્યાત્વનો ગાઢ બંધ કરે છે જે દુરંતસંસારમાં પરિભ્રમણરૂપ મહાઅનર્થનું કારણ છે
આ બધી બાબતોને જાણીને જે બુદ્ધિમાન હોય છે એવા સાધુ ગીતાર્થ સંવિગ્ન ગુરુભગવંતની નિશ્રા સ્વીકારે છે. એનાથી એનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત બને છે. અને તેથી સાધુસામગ્ય સંપન્ન થાય છે. આમ, તત્ત્વસંવેદનશાન, સર્વસંપન્કરી ભિક્ષા.. અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય... આ ત્રણે શુદ્ધિપૂર્વક જે સાધુ સાધના કરે છે તેને જ્ઞાનાદિગુણોનું પૂર્ણત્વ સંપન્ન થવાથી એ પરમાનંદને પ્રાપ્ત કરે છે..
આમ છઠ્ઠી સાધુસાધ્યદ્વાર્નાિશિકા પૂર્ણ થઈ.. હવે આગામી લેખથી ધર્મવ્યવસ્થા બત્રીશીને વિચારીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org