________________
લેખાંક
૩૫
હવે સાતમી ધર્મવ્યવસ્થા
બત્રીશીનો પ્રારંભ થાય છે. છઠ્ઠી બત્રીશીના છેલ્લા શ્લોકમાં કહ્યું હતું | ધર્મને ત્રણ પ્રકારની શુદ્ધિથી કે
આચરતો જીવ પરમાનંદને પામે છે.
એટલે હવે આ સાતમી બત્રીશીમાં એ ધર્મની વ્યવસ્થા દર્શાવવાની છે. આ વ્યવસ્થા ભક્ષ્યાભક્ષ્યના વિવેકી, ગમ્યાગમ્યના વિવેકથી, વિશેષપ્રકારના તપથી અને વિશેષપ્રકારની દયાથી થાય છે. અન્ય ધર્મોમાં આ ચાર અંગે અવિવેક પ્રવર્તે છે ને તેથી એના કારણે ધર્મના નામે અધર્મ થઈ રહ્યો છે. માટે એ અવિવેકનું નિરાકરણ કરી વિવેક દર્શાવવાનો છે. આમાં ઉપ૨ કહ્યા મુજબ ચાર પ્રકારનો વિવેક દર્શાવવાનો છે, માટે આ બત્રીશીના મુખ્ય ચાર અધિકારો છે. ‘માંસ પણ ભક્ષ્ય છે' આવું કહેનાર બૌદ્ધ અને બ્રાહ્મણનું નિરાકરણ બત્રીશીના બીજાથી સોળમા શ્લોકમાં છે. દારૂપણ પીવા યોગ્ય છે એવું કહેનાર મદ્યપાનવાદીનું ૧૭મા શ્લોકમાં નિરાકરણ છે. મૈથુન નિર્દોષ છે એવું જણાવનારનું તથા ગમ્ય-અગમ્ય (ભોગ્ય-અભોગ્ય) સ્ત્રીનો ભેદ નહીં માનનારા મંડલતંત્રવાદીનું ૧૮થી૨૪મા શ્લોકમાં નિરાકરણ છે. તપને ન આદરનારા ને દુઃખરૂપ કહેનારા બૌદ્ધનું ૨૫-૨૬મા શ્લોકમાં નિરસન છે. તાપસાદિથી પળાતી લૌકિક દયા અનિષ્ટ છે ને પ્રભુશાસનની લોકોત્તરદયા ઇષ્ટ છે એનું પ્રતિપાદન ૨૭ થી ૩૧માં શ્લોકમાં છે. આમાં સૌ પ્રથમ ભક્ષ્યાભક્ષ્યનો વિવેક વિચારાય છે
બૌદ્ધ-માંસ પણ ભક્ષ્ય છે, કારણકે જીવનું કલેવર છે, જેમકે ભાત વગેરે.. ભાત એ ડાંગરના એકેન્દ્રિય-વનસ્પતિજીવનું કલેવર છે.. ને ભક્ષ્ય છે... એમ માંસ પણ બકરી વગેરે જીવનું કલેવર છે... માટે એ પણ ભક્ષ્ય છે..
Jain Education International
(અલબત્ શિષ્ટલોકમાં માંસ વગેરે અભક્ષ્ય છે ને ભાત વગેરે ભક્ષ્ય છે એવી વ્યવસ્થા પ્રસિદ્ધ છે જ. છતાં, બૌદ્ધો આવા અનુમાન
For Private & Personal Use Only
www.jainelibrary.org