________________
૩૬૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
દ્વારા માંસને ભક્ષ્ય સિદ્ધ કરવાનો પ્રયાસ કરે છે. એટલે આ અનુમાનને જ ખોટું ઠેરવવા ગ્રન્થકાર કહે છે.)
જૈન-આ અનુમાન સ્વતંત્ર સાધન છે કે પ્રસંગસાધન છે ? (પોતાને જે માન્ય હોય એની સિદ્ધિ કરવા માટે સ્વતંત્રરીતે જે અનુમાનપ્રયોગ અપાય તે સ્વતંત્રસાધન કહેવાય છે. જેમકે- પર્વત અગ્નિવાળો છે, કારણ કે ધૂમાડાવાળો છે, જેમકે રસોડું... જે બાબત પોતાને માન્ય નથી... પણ સામી વ્યક્તિને માન્ય છે, એ બાબતનું નિરાકરણ કરવા માટે અપાતું અનુમાન એ પ્રસંગસાધન કહેવાય છે. આમાં, જે સિદ્ધાન્તના હેતુના આધારે સામી વ્યક્તિ સ્વમાન્ય વાત કરતી હોય એ જ સિદ્ધાન્તના-હેતુના આધારે સામી વ્યક્તિને પણ જે અમાન્ય હોય એવી કોઈ વાત એને માનવી પડવાની આપત્તિ (= અતિપ્રસંગ) દેખાડતું અનુમાન કરવાનું હોય છે. જેમકે આપણને શ્વેતાંબરોને વસ્ત્ર-પાત્ર વગેરે ધર્મોપકરણ ત્યાજ્ય છે' એવું માન્ય નથી... જ્યારે દિગંબરોને એવું માન્ય છે. એ માટે દિગંબરો ‘જેના પર મમતા-મૂર્છા થવી સંભવિત હોય.. અર્થાત્ જે મૂર્છાનો હેતુ હોય.. તે ત્યાજ્ય હોય...' આવા સિદ્ધાન્તનો આધાર લઈ આવું અનુમાન આપે છે કે-વસ્ત્રાદિ ત્યાજ્ય છે, કારણકે મૂર્છાના હેતુ (= કારણ) છે, જેમકે ધન. આપણને શ્વેતાંબરોને વસ્ત્રાદિની ત્યાજ્યતા માન્ય નથી.. માટે આ અનુમાનનું વારણ કરવા સામું અનુમાન આપીએ કે-આ રીતે તો તમારે દીક્ષા લેવા માત્રથી આહારનો ત્યાગ કરી દેવો પડશે, કારણ કે એ પણ મૂર્છાનો હેતુ છે જ. અર્થાત્ તમારે, ‘આહાર ત્યાજ્ય છે, કારણ કે મૂર્છાનું કારણ છે, જેમકે ધન...' આવા અનુમાનપ્રયોગના આધારે આહાર પણ ત્યાજ્ય માનવો પડશે. પણ દિગંબરને એ તો માન્ય નથી. એટલે આપણે એમને કહીએ છીએ કે મૂર્છાની કારણતારૂપ હેતુ હોવા છતાં જેમ આહારમાં ત્યાજ્યતા સિદ્ધ થતી નથી, એમ પ્રસ્તુતમાં પણ વસ્ત્ર-પાત્રમાં ત્યાજ્યતા તમારા અનુમાનથી સિદ્ધ થઈ શકતી નથી. આ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org