________________
બત્રીશી-૭, લેખાંક-૩૮
૩૯૯
વિશેષ્યઅંગે કરવામાં આવેલા હોય, તે વિધાન કે નિષેધ, જ્યારે માત્ર વિશેષ્યમાં બાધિત હોય છે ત્યારે માત્ર વિશેષણને લાગુ પડે છે એવો એક ન્યાય-નિયમ છે. જેમકે પૂર્વાચાર્યોએ માર્ગાનુસારીજીવ માટે ન્યાયસંપન્ન વૈભવનું વિધાન કર્યું છે. મહાત્માઓ કાંઈ વૈભવનું વિધાન કરે નહીં (- વૈભવ રાખવો જોઈએ એવું વિધાન કરે નહીં) એ સ્પષ્ટ છે. એટલે ‘ન્યાયયુક્તવૈભવ'ના માત્ર વિશેષ્યરૂપ'વૈભવ'માં આ વિધાન બાધિત છે, એટલે એ માત્ર વિશેષણરૂપ ‘ન્યાય’ને લાગુ પડે છે. એટલે કે અહીં માત્ર ન્યાયનું જ વિધાન છે. તેથી, ‘તમારે વૈભવ રાખવો જોઈએ' એવો અર્થ નથી મળતો, પણ ‘તમારો જે વૈભવ હોય તે ન્યાયયુક્ત હોવો જોઈએ' એવો અર્થ મળે છે. આ જ રીતે નિષેધ અંગે જાણવું જોઈએ. જેમકે ‘અળગણ પાણી પીવું નહીં' આમ નિષેધ હોય તો જળપાનનો નિષેધ સંભવિત નથી. તેથી નિષેધ માત્ર વિશેષણમાં ‘અળગણપણાંમાં' લાગુ પડે છે. એટલે કે ‘પાણી અળગણ ન હોવું જોઈએ' એવો નિષેધ મળે છે.
પ્રસ્તુતમાં પણ અપવાદાદિસ્થળે આ ન્યાય કામ કરે છે. જયણાપૂર્વક પરપ્રાણરક્ષણ કરવું' આમ વિધાન છે. પણ નદી ઉતરવી વગેરે અપવાદસ્થળે વિરાધના તો થવાની જ છે. એટલે પરપ્રાણરક્ષણરૂપ વિશેષ્ય બાધિત છે. એટલે ત્યાં એક પગ પાણીમાં એક પગ આકાશમાં અદ્ધર રહે' વગેરેરૂપ જયણાનું વિધાન સમજવું. અપવાદાદિસ્થળે આ વિશેષણસ્વરૂપ જયણાનું પાલન તો હોય જ છે. માટે વ્યવહારવિધિનો વ્યાઘાત થતો નથી એ જાણવું.
એમ ‘પ્રમાદપૂર્વક પ૨પ્રાણવ્યપરોપણ' એ હિંસા છે, ને શાસ્ત્રોમાં એનો નિષેધ કર્યો છે. આમાં પ્રમાદપૂર્વકત્વ એ વિશેષણ છે અને ‘પરપ્રાણવ્યપરોપણ' એ વિશેષ્ય છે. જ્યાં ઈર્યાસમિતિનું પાલન ન કરવું-જયણા ન જાળવવી.... વગેરેરૂપ પ્રમાદ સેવાયો છે, પણ છતાં કદાચ જીવહિંસા થઈ નથી, તો પરપ્રાણવ્યપરોપણ' સ્વરૂપ માત્ર વિશેષ્ય છે નહીં, છતાં શાસ્ત્રોક્ત નિષેધ પ્રમાદાત્મક વિશેષણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org