________________
૩૫૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રશ્ન : આ બીજી ભિક્ષાને પૌરુષબી કેમ કહે છે ?
ઉત્તર : યથાર્થસંયમ પાલન નથી, તો યોગ્ય પુરુષાર્થ દ્વારા જીવનનિર્વાહ કરવો જોઈએ. એના બદલે હૃષ્ટપુષ્ટ શરીર હોવા છતાં ભિક્ષાવૃત્તિ દ્વારા ઉદરપૂરણ કરવું એટલે એમાં પોતાનો પુરુષાર્થ હણાઈ રહ્યો છે, તથા ચારિત્રમોહનીયકર્મ બંધાતું હોવાથી ભવિષ્યમાં ચારિત્રનો પુરુષાર્થ પણ હણાવવાનો છે. માટે આ ભિક્ષાને પૌરુષષ્મી ભિક્ષા કહે છે.
હવે ત્રીજી વૃત્તિ ભિક્ષા વિચારીએ. વૃત્તિ એટલે આજીવિકાજીવનનિર્વાહનું સાધન. જીવન નિર્વાહ માટે વેપાર-નોકરી-મજુરી વગેરે કશું કરવાનું જેનું સામર્થ્ય નથી. નથી આવડત કે નથી શરીરની એવી કેળવણી. એવી વ્યક્તિ જીવનનિર્વાહ માટે જે ભિક્ષા માગે એ વૃત્તિ ભિક્ષા કહેવાય. આંધળા-લૂલા-લંગડા-દીન-દુખિયારા જીવોને તેમજ કેટલાક સિદ્ધપુત્ર વગેરેને આવી ભિક્ષા હોય છે. આ ભિક્ષાની પાછળ પ્રેરકબળ મોહરાજા નથી. માટે આ ભિક્ષા પૌરુષબી નથી. અણઆવડત વગેરેના કારણે પુરુષાર્થ છે જ નહીં.. પછી એ હણાય શી રીતે ? માટે આ ભિક્ષા પૌરુષબી નથી.
ભિક્ષા મળશે તો સંયમવૃદ્ધિ-નહીં મળશે તો તપોવૃદ્ધિ... આ સૂત્રાનુસારે ભિક્ષા દ્વારા સંયમની વૃદ્ધિ-શુદ્ધિ સાધવાનું પ્રયોજન સ્પષ્ટ જણાય છે. પરંતુ પ્રસ્તુતભિક્ષા કાંઈ સંયમશુદ્ધિના પ્રયોજનથી છે નહીં. ‘જો ભિક્ષા દ્વારા જીવનનિર્વાહ નહીં કરું તો મારે સ્વયં રસોઈ વગેરે કરવી પડે. જેમાં પજવનિકાયની વિરાધના થશે ને સંયમશુદ્ધિ નહીં રહે. એટલે સંયમશુદ્ધિ જાળવવા ને વધારવા માટે ભિક્ષાથી નિર્વાહ કરું' આવો કોઈ ઇરાદો પ્રસ્તુત ભિક્ષામાં હોતો નથી. તેથી આ ભિક્ષા સર્વસંપન્કરી ભિક્ષા નથી એ પણ સ્પષ્ટ છે. વળી વૃત્તિ માટે = આજીવિકા માટે આ ભિક્ષા છે એ તો સ્પષ્ટ છે જ. માટે આ વૃત્તિભિક્ષા છે. દીનહીન-અંધ વગેરેને જોઈને સામાન્યથી સજ્જનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org