________________
બત્રીશી-૫, લેખાંક-૨૭
૨૮૯
શિલ્પીના દિલમાં અપ્રીતિ ઊભી થાય છે. જેથી પછી મૂર્તિ ઘડવામાં શિલ્પીનો એટલો રસ-ઉલ્લાસ ન જળવાવાથી એ વેઠ ઉતારે છે. આમ શિલ્પી પરની અપ્રીતિ છેવટે જિનબિંબમાં ન્યૂનતા લાવનારી બનતી હોવાથી એ ફળતઃ શ્રીજિનેશ્વરદેવ પ્રત્યેની અપ્રીતિરૂપ જ બની રહે છે. અને શ્રીજિનવિશેની અપ્રીતિ તો સર્વ અપાયોના કારણભૂત છે. માટે તેનો પરિહાર કરવામાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. ૭મા પોડશકની ૭મી ગાથામાં કહ્યું છે કે-કાર્યપર અરુચિ હોય તો જ કારણ પર અરુચિ થાય છે. એટલે જિનપ્રતિમાના કારણરૂપ શિલ્પી પરની અરુચિ જિનપ્રતિમા પરની-શ્રીજિનપરની અસચિને સૂચવે છે. આ અરુચિ સર્વ અપાયોનું કારણ છે. માટે એ કરવી નહીં.
શિલ્પી પર અરુચિ કરવી નહીં, એટલું જ નહીં, એની વિશેષ પ્રકારે રુચિ-પ્રીતિ સંપાદન થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. કારણકે શિલ્પી પરની અરુચિની જેમ રુચિ પણ છેવટે શ્રીજિન પર જ ફલિત થાય છે. આ પ્રયત તરીકે શ્રીજિનની ત્રણ અવસ્થાને અનુસરીને દોહદ-મનોરથ પૂરવા જોઈએ. આશય એ છે કે શિલ્પી સ્વયં બાળ, કુમાર કે યુવાનું છે ? એને ગૌણ કરીને પ્રભુની એ ત્રણ અવસ્થાનુસારે શિલ્પીના ચિત્તમાં તેવા તેવા મનોરથો જે ઊભા થાય છે તેને પૂરવા માટે શિલ્પીની આગળ રમકડાં વગેરે ધરવા. આ રીતે જ પ્રભુભક્તિ પ્રકૃષ્ટ બને છે. સાતમા ષોડશકની ૮મી-૯મી ગાથામાં કહ્યું છે કે “અધિકગુણી એવા ભગવાનમાં રહેલ અવસ્થાને અનુસાર શિલ્પીગત સ્વ-મનોરથોથી યુક્ત એવું જિનબિંબ ભાવશુદ્ધિ ન્યાયોપાત્ત ધનથી ઘડાવવું. આ જિનબિંબ ઘડાવવાના પ્રકરણમાં એના જાણકારોએ બાળ વગેરે ત્રણ અવસ્થાભાવી શિલ્પીના ચિત્તગત મનોરથો કહ્યા છે. માટે શિલ્પીને રમકડાં વગેરે આપવા.
આ શ્લોકનો અભિપ્રાય આવો માનવો ઉચિત લાગે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org