________________
બત્રીશી-૭, લેખાંક-૩૮
૪૦૧ ઠોસ અભ્યાસથી સમસ્ત દ્વાદશાંગીના રહસ્યને પામેલા સાધુઓ નિશ્ચયનયમાં જ્યારે દત્તચિત્ત હોય છે ત્યારે આવું સર્વોત્કૃષ્ટ રહસ્ય જાણે જણાવે છે કે કોઈપણ પ્રવૃત્તિના કર્મબંધ કે કર્મનર્જિરારૂપ ફળ પ્રત્યે ચિત્તના ભાવ રૂપ પરિણામ એ જ પ્રમાણ છે. એટલે કે એ જ સ્વતંત્રપણે બંધ કે નિર્જરા રૂપ ફળ આપી દે છે, એને એ ફળ આપવામાં હિંસા થવી કે ન થવી વગેરે રૂપ બાહ્ય પ્રવૃત્તિની અપેક્ષા છે નહીં. બાહ્ય હિંસા થવા છતાં જો પ્રમાદ વગેરે રૂપ અશુદ્ધ પરિણામ ન હોય તો એ હિંસા કર્મબંધરૂપ ફળ આપી શકતી નથી અને બાહ્ય અહિંસા જળવાયેલી હોવા છતાં જો જયણા વગેરે રૂપ શુદ્ધ પરિણામ ન હોય તો એ અહિંસા કર્મનિર્જરા રૂપ ફળને આપી શકતી નથી. એટલે કે બાહ્ય હિંસા કે અહિંસા ફળ આપવામાં આંતરિક પરિણામની અપેક્ષા રાખે છે, સ્વતંત્ર નથી, માટે એ પ્રમાણ નથી. તેમ છતાં, આંતરિક પરિણામ લોકવ્યવહારનો વિષય નથી, બાહ્ય હિંસા કે અહિંસા જ લોકવ્યવહારનો તો વિષય છે. એટલે વ્યવહારનય તો બાહ્ય હિંસાથી અને અહિંસાથી જ કર્મબંધ કે કર્મનિર્જરાનો વ્યવહાર કરે છે. એટલે કે વ્યવહારનયે બાહ્ય હિંસાઅહિંસા પ્રમાણ છે. એમાં પણ આંતરિક અશુદ્ધભાવ વિશિષ્ટ હિંસાને જે કર્મબંધ પ્રત્યે પ્રમાણ માને છે અને આંતરિક શુદ્ધભાવ વિશિષ્ટ અહિંસાને જે કર્મનિર્જરા પ્રત્યે પ્રમાણ માને છે તે (શુદ્ધ વ્યવહારનય જાણવો) અને તે સિવાયનો અશુદ્ધ વ્યવહારનય જાણવો.
શંકા :- “આંતરિક પરિણામને કર્મનિર્જરા રૂપ ફળ આપવામાં બાહ્ય જીવરક્ષાની કોઈ અપેક્ષા નથી આવો જ જો નિશ્ચયનયનો અભિપ્રાય છે તો પરપ્રાણરક્ષા કરવાની જરૂર જ શી છે ? આશય એ છે કે નિર્જરા માટે તો પરપ્રાણરક્ષાની કોઈ આવશ્યકતા નથી. એટલે એ જો કરવાની હોય તો પણ માત્ર, “અમે અહિંસક છીએ” એવું લોકોને દેખાડવા માટે જ કરવાની રહી. તો એવી લોકોને માત્ર દેખાડવા માટેની પરપ્રાણરક્ષા પરમાર્થથી તો કરવાની ન જ રહીને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org