SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે જૈન-આગમમાં કહ્યું છે કે તે તપ કરવો જોઈએ જેનાથી મન ખરાબ વિચારોમાં ન ચઢે, ઇન્દ્રિયોને નુકસાન ન પહોંચે અને સંયમયોગોમાં (= સંયમજીવનની પ્રતિક્રમણ-પડિલેહણ વગેરે ક્રિયાઓમાં) સીદાવાનું ન થાય.” એટલે જણાય છે કે મન, ઇન્દ્રિય અને સંયમયોગોની સમાધિને ઉલ્લંધ્યા વગર તપ કરવાનો છે. આવો તપ દુઃખરૂપ હોતો નથી કે આર્તધ્યાનાદિનું કારણ બનતો નથી એ સ્પષ્ટ શંકા - જ્યારે કોઈ નવો નવો તપ શરુ કરે છે ત્યારે એને ખાવા વગેરેના વિચારો આવ્યા જ કરતા હોય છે. રાત્રે સ્વપ્નમાં પણ પોતે પારણું કરી લીધું એવું અનુભવાય છે. તો આવા જીવોની મનની સમાધિ ટકતી ન હોવાથી એમણે તપ ન જ કરવો જોઈએ ને ! સમાધાન - આહારસંજ્ઞા (= ખાખા કરવાની વૃત્તિ) જીવને અનાદિકાળથી વળગેલી છે. એટલે પ્રારંભે ખાવાના વિચારો આવવા વગેરે શક્ય છે જ. છતાં તપને ચાલુ રાખવાથી છેવટે એ વિચારો બંધ પડે છે. આવો લગભગ દરેક તપસ્વીઓનો અનુભવ હોય છે. તેથી એ વિચાર આવતા હોવા માત્રથી તપને છોડી દેવાની વાત બરાબર નથી. શંકા - પણ જ્યાં સુધી એ વિચારો આવવારૂપ દુર્બાન છે ત્યાં સુધી તો તપ ન જ કરવો જોઈએ ને ? સમાધાન - માણસ નફા માટે દુકાન કરે છે. છતાં દુકાન નવી ચાલુ કરી હોય ત્યારે શરુઆતમાં નફાની જગ્યાએ નુકસાન થતું પણ ઘણાને અનુભવાય છે. દુકાનનો ખર્ચ નીકળે એટલી પણ કમાણી થતી ન હોય એવું બનતું હોય છે. તો એ વખતે એને દુકાન બંધ કરી દેવી જોઈએ ને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004975
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy