________________
બત્રીશી-૫, લેખાંક-૨૭
૨૮૭
ભાવયજ્ઞ છે.”
પ્રશ્ન : આ જો ભાવપૂજારૂપ છે તો એને ‘દ્રવ્યસ્તવ' કહેવો અસંગત નહીં બની જાય ?
ઉત્તર : ના. સૂત્રોમાં કહેલ સંપૂર્ણ આચારપાલન એ જ વસ્તુતઃ ભાવસ્તવ છે. ને આ તો એના કારણભૂત છે. માટે દ્રવ્યસ્તવરૂપ જ છે. છતાં એ શુભઆશય વગેરે ભાવોથી પણ સંકળાયેલ છે ને તેથી એ અપેક્ષાએ એ ભાવપૂજારૂપ પણ છે. આમ દ્રવ્ય અને ભાવ બંને અન્યોન્ય સંકળાયેલા હોવા છતાં પ્રાધાન્ય દ્રવ્યનું જ હોવાથી એનો દ્રવ્યસ્તવ' તરીકે ઉલ્લેખ સંગત કરી શકે છે.
આ રીતે જિનમંદિરનું નિર્માણ કર્યા પછી તેની સારસંભાળ સાધુઓને સોંપી દેવી ન જોઈએ. પણ ગૃહસ્થોએ ખુદ કરવી જોઈએ. એ માટે અવ્યયનીવિની = સ્થાયી ફંડની વ્યવસ્થા કરવી જોઈએ. એટલે કે ધનની એવી જોગવાઈ કરવી જોઈએ કે જેથી રાખવામાં આવેલી એ મૂડીની રક્ષા અને વૃદ્ધિ થયા કરે, પણ ઘટાડો ન થાય. હવે આ જિનાલયમાં જિનબિંબ ઘડાવીને શીધ્ર પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. કારણકે પરમાત્માથી અધિષ્ઠિત થયેલું તે જિનાલય વૃદ્ધિ પામે છે, એટલે કે ઉત્તરોત્તર વર્ધમાન મહિમાવાળું બને છે. તે પણ એટલા માટે કે જિનબિંબનું નિર્માણ પ્રતિષ્ઠા અને પૂજા વગેરેથી જન્ય પુણ્ય એ જિનાલયની વૃદ્ધિનું કારણ છે. જિનબિંબના નિર્માણનો વિધિ આ પ્રકારે છે -
સ્ત્રીલંપટતા, મદ્ય, જુગાર વગેરેથી રહિત શિલ્પીને જિનબિંબ ઘડવા માટે આપવું.
ભોજન-પત્ર-પુષ્ય-પાંચફળ વગેરે વડે સત્કારાદિ કરવા પૂર્વક સ્વવિભવોચિત મૂલ્ય એને અર્પણ કરવું.. શુભમુહૂર્ત જિનબિંબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org