________________
૩૦૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સમાધાન-તે તે વચનાનુષ્ઠાનાત્મકક્રિયા જે એક ગુણની સિદ્ધિ માટે મુખ્યતયા વિહિત હોય તે એક ગુણની સ્થાપના સંભવિત બનાવે છે. આશય એ છે કે સ્વાધ્યાય એ જ્ઞાનાવરણીયકર્મને તોડીને કેવલજ્ઞાનગુણની પ્રાપ્તિને સાહજિક બનાવે છે. તપ આહાર સંજ્ઞાને તોડીને અણાહારીપણાના સ્વભાવને સિદ્ધ કરવામાં ઉપયોગી છે. એટલે સ્વાધ્યાયકાળ વચનને અનુસરવા દ્વારા થતું વીતરાગનું સ્મરણ હું પણ કેવલજ્ઞાની છું એ ગુણ દ્વારા ને તપકાળે થતું એ સ્મરણ હું પણ અણાહારી છું એ ગુણદ્વારા પોતાના આત્મામાં સમાપત્તિનું = સમત્વભાવનું = વીતરાગની તુલ્યતાનું અનુસંધાન અને સ્થાપન કરાવી શકે છે, પણ સર્વગુણ દ્વારા એ કરાવી શકતું નથી. જ્યારે પ્રતિષ્ઠાના અનુષ્ઠાનમાં તો સ્થાપનાના ઉદેશથી જ વિધિ-વિધાન થતા હોવાથી સ્થાપના જ મુખ્ય હોય છે. વળી ભાવથી સર્વગુણોનું આરોપણ એ સ્થાપનાનો વિષય છે. તેથી એ વિધિ દરમ્યાન ‘સર્વગુણોએ કરીને હું વીતરાગ છું' એ રીતે પરમાત્માની સ્થાપના શક્ય બને છે. માટે આ વિધિવિધાનની અન્ય ક્રિયાઓ કરતાં ઘણી વિશેષતા છે, ને એ માટે એ જરૂરી છે.
આમ, “પ્રતિષ્ઠા' શબ્દનો અર્થ સ્વાત્મામાં થતી પ્રતિષ્ઠામાં જ સંગત કરતો હોવાથી એ જ મુખ્ય પ્રતિષ્ઠા છે.. એવો એક હેતુ આપણે વિચાર્યો.
સ્વાત્મામાં થતી પ્રતિષ્ઠા એ જ મુખ્ય પ્રતિષ્ઠા છે એનો બીજો હેતુ- "હું ખુદ તે વીતરાગપ્રભુ જ છું.” આવા સ્વભાવની સ્વાત્મામાં સ્થાપના એ જ સ્વાત્માની સ્થાપ્ય એવા વીતરાગ પ્રભુમાં = મુખ્યદેવમાં સમરસાપત્તિ કરાવનાર છે. માટે પણ એ જ મુખ્ય પ્રતિષ્ઠા છે. અહીં આ તાત્પર્ય છે-“હું ખુદ વીતરાગ છું' આવો વીતરાગતાનો દૃઢ ઉપયોગ ઉપયોગવાન્ એવા પોતાના આત્મદ્રવ્યથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org