________________
બત્રીશી-૫, લેખાંક-૨૮
કથંચિત્ (= અમુક અપેક્ષાએ) અભિન્ન છે ને તેથી એ આત્મદ્રવ્યરૂપ જ છે. આ દૃઢ ઉપયોગ જે જીવને જ્ઞાનાવરણીય કર્મનો તથા ચારિત્રમોહનીયકર્મનો ઉદય પ્રબળ હોય ને ક્ષયોપશમ ઘણો મંદ હોય, એવા જીવને સંભવતો નથી.
પ્રશ્ન : ઉપયોગ એ જ્ઞાનમય છે ને તેથી એ જ્ઞાનાવરણના મંદક્ષયોપશમવાળાને સંભવે નહીં, અમંદક્ષયોપશમવાળાને સંભવે એ તો બરાબર છે. પણ ચારિત્ર મોહનીયના મંદક્ષયોપશમવાળાને પણ એ સંભવતો નથી એવું શા માટે ?
૩૦૧
ઉત્તર : ‘હું ખુદ તે વીતરાગ પ્રભુ જ છું' આવું સાંભળેલુંવાંચેલું કે ગોખેલું હોય ને એ ખાલી યાદ કરવાનું હોય તો એ તો માત્ર જ્ઞાનાવરણીયકર્મનો જ ક્ષયોપશમ હોય ને ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ ન હોય એવા જીવને પણ સંભવે જ છે. પણ એને જે સ્મરણ થાય છે તે ઉપર ઉપરથી થાય છે અને તેથી કોરું ધાક હોય છે.. એ અંતઃકરણસ્પર્શી હોતું નથી, એટલે કે સંવેદનાત્મક બનતું નથી. પ્રસ્તુતમાં તો જે સંવેદન અંતઃકરણ સ્પર્શી હોય એ જ દૃઢ ઉપયોગ તરીકે અભિપ્રેત છે. ને એવું સંવેદન તો ચારિત્રમોહનીયના અમંદક્ષયોપશમવાળાને જ સંભવિત છે. તીવ્રકક્ષાના વિષય-કષાયના તોફાનોથી=રાગ-દ્વેષના પિરણામોથી જેનું અંતઃકરણ મલિન છે તેવા આત્માના અંતઃકરણમાં તો વિષય-કષાયોના રાગદ્વેષના સંવેદનો જ ઊઠે છે, વીતરાગતાનું સંવેદન ઊઠવાની ત્યાં કોઈ શક્યતા જ હોતી નથી. જેમણે પ્રભુવચનોને જીવનમાં સતત આચરવા દ્વારા રાગ-દ્વેષને ખૂબ ખૂબ મોળા પાડેલા છે (એનો અર્થ જ કે ચારિત્રમોહનીયનો અમંદ ક્ષયોપશમ ઊભો કર્યો છે) એવા સાધક મહાત્માના અંતઃકરણમાં જ વીતરાગતાનું સંવેદન પ્રગટે છે. એટલે જ પ્રાણપ્રતિષ્ઠાનો અધિકાર ગૃહસ્થોને હોતો નથી. પણ ખૂબ સારા સાધક મહાત્માઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org