________________
૩૦૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આચાર્ય ભગવંતોને જ હોય છે. આચાર્ય ભગવંતોમાં પણ જે આચાર્ય ભગવંતે ઉગ્નસાધના દ્વારા રાગ-દ્વેષને વધુ ને વધુ મોળા પાડ્યા હોયચારિત્રમોહનીયનો વધારો પ્રબળ ક્ષયોપશમ કર્યો હોય તેમને આ સંવેદન વધુ ને વધુ દૃઢ થાય છે ને તેથી પ્રતિષ્ઠા વધુ ને વધુ પ્રભાવવંતી બને છે.
એટલે જ શ્રીસીમંધરધામ-શિરોલી (કોલ્હાપૂર) વગેરે અનેક તીર્થતુલ્ય જિનાલયોના પ્રાણપ્રતિષ્ઠાચાર્ય શ્રીસૂરિમંત્રના પરમસાધક સ્વર્ગસ્થ પૂજ્યપાદ ગુરુદેવ શ્રી જયશેખરસૂરિ મહારાજ સાહેબ ખાસ કહેતાં કે અંજનશલાકા મહોત્સવ દરમિયાન પ્રાણપ્રતિષ્ઠાચાર્યે રોજ દરેક નૂતન જિનબિંબની દૃષ્ટિમાં દૃષ્ટિને મેળવીને કમ સે કમ એકવાર તો સૂરિમંત્ર ગણવો જોઈએ. શ્રી સૂરિમંત્રમાં પ્રભુના પાંચ કલ્યાણકોસમવસરણ-૮ પ્રાતિહાર્ય-૧૨ પર્ષદા વગેરેનું ધ્યાન ધરવાનું હોય છે. એટલે એના દ્વારા પ્રભુના ગુણોમાં મન વધુ ને વધુ રમમાણ બને જ, જે ઉપર કહેલા ઉપયોગને દઢ બનાવવામાં સહાયક બને છે. વળી જે દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરિહંતનું ધ્યાન ધરે છે તે પોતાનું ધ્યાન ધરે છે ને એનો મોહવિલય પામે છે” એવા પ્રવચનસારના વચનને અનુસારે શ્રીસૂરિમંત્રનું ધ્યાન ધરવામાં ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ વિશદ બનતો જ જાય એ સ્પષ્ટ છે.
વળી એટલે જ મન રાગ-દ્વેષના સંકલેશોથી કલુષિત ન થાયપણ સુપ્રસન્ન જ રહે એ માટે પ્રાણપ્રતિષ્ઠાચાર્યે સ્વયં કાળજી રાખવી જોઈએ અને અંજનશલાકાના મહોત્સવ દરમિયાન તો એની વિશેષ કાળજી રાખવી જોઈએ. તથા આસપાસ ચતુર્વિધ સંઘે પણ એવું જ વાતાવરણ બન્યું રહે એની કાળજી રાખવી જોઈએ.
આ અંગેની વિશેષ વિચારણા આગામી લેખમાં જોઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org