________________
બત્રીશી-૭, લેખાંક-૩૫
૩૭૧ ગાયના આરોગ્યને કે જીવનને કોઈ જોખમ પેદા થતું નથી... જ્યારે લોહી કાઢવામાં આવતું ન હોવા છતાં નવું-નવું બનતું જ જાય છે, એ જો બનવાનું બંધ થઈ જાય તો ગાયના આરોગ્યની સામે ને જીવનની સામે જોખમ ઊભું થાય જ. હા, એટલો વિવેક જરૂર જોઈએ જ કે ગાયના વાછરડાને આવશ્યક દૂધ છીનવાઈ ન જાય.
બાકી તો આજના અર્થલક્ષી સમાજમાં, જો ગાયના દૂધનો ઉપયોગ પણ બંધ કરી દેવામાં આવે તો અદૂધાળા પ્રાણી કે ઓછું દૂધ આપનારા પશુઓ જેમ ઘણુંખરું કતલખાનાના હવાલે જાય છે, એવું જ દૂધાળી ગાય માટે પણ કેમ ન થાય ?
વળી, લોહી અપેય હોવાથી દૂધને પણ અપેય કહેવાનું હોય, તો બાળકે માનું દૂધ પણ પીવાનું બંધ કરી દેવું પડશે, કારણકે માનું પણ લોહી તો અપેય છે જ. બાળકના જીવન માટે માતાના દૂધ જેવું અમૃત આ વિશ્વમાં કોઈ નથી... ને એના પછી ગાયના દૂધ જેવું અમૃત કોઈ નથી.. આ બે અમૃતથી વંચિત રાખવામાં આવે તો બાળકનું જીવન કેવું બને ? એના બદલે આ બે દ્વારા તંદુરસ્ત-દીર્ધાયુ બનેલ એ જ બાળકને કૃતજ્ઞતાના પાઠ જો ભણાવવામાં આવે તો એ માત્ર માની જ નહીં, ગાયની પણ એને ઉચિત સારી સેવા કરે જ. માંસ કાપનારને (કતલ કરનારને) અને ખાનારને જેવા ક્રૂરતામસીભાવો આવે છે એવા દૂધ દોહનારને કે પીનારને આવતા નથી જ, એ પણ જણાવે છે કે ગાયના દૂધને માંસની કક્ષામાં મૂકવું એ ઘોર અજ્ઞાન છે. અસ્તુ.
એટલે, દૂધ અને લોહી ગાયના અંગરૂપે સમાન હોવા માત્રથી ભક્ષ્યત્વની બાબતમાં બંને સમાન નથી જ. એમાં તો દૂધ પેય અને લોહી અપેય એવું જ માનવામાં આવે છે, એમ પ્રાટ્યગત્વ સમાન હોવા છતાં ભાત વગેરે ભક્ષ્ય અને માંસ વગેરે અભક્ષ્ય એવી સિદ્ધ વ્યવસ્થાને સ્વીકારવી જ જોઈએ. નહીંતર તો હાડકા વગેરેને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org