________________
૪૩૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે વર્તમાન સંઘને માન્ય એક ગીતાર્થ મહાત્માએ પોતાના પુસ્તકમાં ઇઠફલસિદ્ધિ એવા શ્રી જયવીયરાય સૂત્રગત પદનો જે અર્થ કરેલો તેમાં, એ મહાત્માની હયાતી બાદ પ્રકાશિત થયેલી એ પુસ્તકની આવૃત્તિમાં સ્વમનઘડંત અર્થનો ઉમેરો એ મહાત્માના નામે કરી દેવામાં આવેલો... આ તો એક-બે વાતો જણાવી.... આવું તો અન્ય પણ કેટલુંય છે. હવે તો મોટે પાયે તાડપત્ર વગેરે પર હસ્તલિખિત ગ્રન્થો તૈયાર થઈ રહ્યા છે. કોણે ખબર કયા શાસ્ત્રપાઠ સાથે કેવાં ચેડાં પોતાના અભિનિવેશના કારણે કરતા હશે. ભગવાન જાણે.
પણ એટલે, આકર્ષક રજુઆત વગેરેથી પ્રભાવિત થઈને આ વર્ગને તાડપત્રી વગેરે હસ્તલિખિત ગ્રન્થો તૈયાર કરવા માટે સ્વદ્રવ્ય કે જ્ઞાનદ્રવ્ય આપવું એ શ્રી જૈનશાસનની સેવા કરતાં કુસેવા હોવાની શક્યતા જ ઘણી વધુ હશે-એમ સ્પષ્ટ જણાય છે.)
તથા, સામાન્યથી “જિન” શબ્દ “અરિહંત' અર્થમાં પ્રચલિત હોવા છતાં જેમ સ્થાનકવાસી સંતોએ “કામદેવ” અર્થ કર્યો. એમ આ વર્ગે “યુગપ્રધાન’ શબ્દ “એવા વિશિષ્ટ પ્રકારના લક્ષણવંતા અતિવિશિષ્ટકક્ષાના થનારા ૨૦૦૪ યુગપ્રધાનોને જણાવવાના અર્થમાં પ્રચલિત હોવા છતાં આ વર્ગે તે તે યુગમાં પ્રધાન એવા કોઈપણ મહાત્મા એવો અર્થ કર્યો છે, કારણકે એમણે પોતાનું પણ નવાંગીગુરુપૂજન શાસ્ત્રોક્ત છે એવું સાબિત કરવું છે. આવી તો ઢગલાબંધ વાતો છે.
એક પ્રસિદ્ધ સ્મૃતિમંદિર અંગે આ વર્ગ કેવું રાજકારણ ને ગંદી-મેલી કપટલીલાઓ આચરી છે એ એ જ વર્ગના અન્ય મહાત્માઓના પુસ્તકો પરથી જાણી શકાય છે.
યાદ રાખવું જોઈએ કે-જિનપ્રતિમાનો અર્થ “કામદેવની પ્રતિમા” એવો કરનારા કે શાસ્ત્રપાઠો સાથે ગરબડ કરનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org