Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 153
________________ ૪૨૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે માનતા ન હોવાથી જિનાજ્ઞા બહાર છે, માટે એમને કુગુરુ-અવંદનીય કહેવાય છે. ઉત્તર : શું એ બીજા મહાત્માઓ સ્થાનકવાસીની જેમ અમુક આગમોને નથી માનતા ? નિર્યુક્તિ-ભાષ્ય વગેરેને અમાન્ય કરે છે ? પ્રશ્ન : અમાન્ય તો નથી કરતા. પણ તેઓ જે અર્થ કરે છે તે ખોટો છે. અમે જે અર્થ કરીએ છીએ એ સાચો છે. એ સાચા અર્થને તેઓ નથી માનતા માટે જિનાજ્ઞાબહાર છે. ઉત્તર : ‘તેઓએ કરેલો અર્થ સાચો કે તમે કરેલો.” આનો નિર્ણય કોણ કરે ?” “તમારા પક્ષે થતો અર્થ ગલત છે' આવું બીજો વર્ગ કે જે શ્રી સંઘના ૮૦-૮૫ ટકા જેટલો છે એના ગીતાર્થો કહે છે. માટે એ જ ગલત હોવાની શક્યતા ઘણી ઘણી વધુ છે. પ્રશ્ન : અમારા પક્ષે જે અર્થ થાય છે તે અર્થ કરનારા મહાત્માઓ મહાવિદ્વાન-અનુપમ સાધક છે. પાપભીરુ છે. તેઓ અર્થ ખોટો કરે જ નહીં. ઉત્તર : સ્થાનકવાસી આરાધકો પણ “શાસ્ત્રોમાં મૂર્તિપૂજા ક્યાંય નથી...” વગેરે વાતો કહેનાર પોતાના ગુરુભગવંતોને ખૂબ વિદ્વાન- તપસ્વી- ત્યાગી- નિઃસ્પૃહ માનતા હોય છે. ને તેથી જ એમની વાતોની શ્રદ્ધા કરતા હોય છે. શું એટલા માત્રથી એમનો કરેલો અર્થ સાચો છે ? પ્રશ્ન : એમનો અર્થ ખોટો છે અને મૂર્તિપૂજકો જે અર્થ કરે છે તે સાચો છે.એ તો દીવા જેવું સ્પષ્ટ છે. આમાં ન સમજાય એવું શું છે? ઉત્તર : તો પછી સ્થાનકવાસી આરાધકોને કેમ એ સમજાતું નથી? પ્રશ્ન : એમને વ્યાકરણ ભણવાનો નિષેધ છે... મૂર્તિપૂજકોનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162